96 : 1
ٱقْرَأْ بِٱسْمِ رَبِّكَ ٱلَّذِى خَلَقَ
૧. પોતાના પાલનહારનું નામ લઈ પઢો, જેણે (દરેક વસ્તુને) પેદા કરી. કર્યુ.
★
96 : 2
خَلَقَ ٱلْإِنسَـٰنَ مِنْ عَلَقٍ
૨. જેણે માનવીનું સર્જન જામી ગયેલા લોહીથી કર્યુ.
★
96 : 3
ٱقْرَأْ وَرَبُّكَ ٱلْأَكْرَمُ
૩. પઢો, તમારો પાલનહાર ખૂબ જ ઉદાર છે.
★
96 : 4
ٱلَّذِى عَلَّمَ بِٱلْقَلَمِ
૪. જેણે પેન વડે (જ્ઞાન) શીખવાડયું.
★
96 : 5
عَلَّمَ ٱلْإِنسَـٰنَ مَا لَمْ يَعْلَمْ
૫. માનવીને તે કઈ શીખવાડયું, જે તે નહતો જાણતો .
★
96 : 6
كَلَّآ إِنَّ ٱلْإِنسَـٰنَ لَيَطْغَىٰٓ
૬. ખરેખર માનવી તો વિદ્રોહી બની રહ્યો છે.
★
96 : 7
أَن رَّءَاهُ ٱسْتَغْنَىٰٓ
૭. એટલા માટે કે તે પોતાને બેદરકાર (ખુશહાલ) સમજે છે.
★
96 : 8
إِنَّ إِلَىٰ رَبِّكَ ٱلرُّجْعَىٰٓ
૮. ખરેખર (તમારે) પોતાના પાલનહાર તરફ પાછા ફરવાનું છે.
★
96 : 9
أَرَءَيْتَ ٱلَّذِى يَنْهَىٰ
૯. શું તમે તે વ્યક્તિને જોયો, જે રોકે છે.
★
96 : 10
عَبْدًا إِذَا صَلَّىٰٓ
૧૦. જ્યારે કે તે બંદો નમાઝ પઢતો હોય છે.
★
96 : 11
أَرَءَيْتَ إِن كَانَ عَلَى ٱلْهُدَىٰٓ
૧૧. થોડુંક વિચારો! જો તે બંદો હિદાયત પર હોય,
★
96 : 12
أَوْ أَمَرَ بِٱلتَّقْوَىٰٓ
૧૨. અથવા તો તક્વાનો આદેશ આપતો હોય. (તો શું તેને રોકવું ગુમરાહી નથી)?
★
96 : 13
أَرَءَيْتَ إِن كَذَّبَ وَتَوَلَّىٰٓ
૧૩. અને થોડો વિચાર કરો (તે રોકનાર) જો તે સત્ય વાત જુઠલાવતો હોય અને મોઢું ફેરવતો હોય,
★
96 : 14
أَلَمْ يَعْلَم بِأَنَّ ٱللَّهَ يَرَىٰ
૧૪. તો શું તે નથી જાણતો કે અલ્લાહ તઆલા તેને જોઇ રહ્યો છે.
★
96 : 15
كَلَّا لَئِن لَّمْ يَنتَهِ لَنَسْفَعًۢا بِٱلنَّاصِيَةِ
૧૫. કદાપિ નહી, જો તે આવું જ કરતો રહેશે, તો અમે તેના કપાળના વાળ પકડીને ખેંચીશું.
★
96 : 16
نَاصِيَةٍ كَـٰذِبَةٍ خَاطِئَةٍ
૧૬. એવુ કપાળ, જે જુઠ્ઠુ પાપી છે.
★
96 : 17
فَلْيَدْعُ نَادِيَهُۥ
૧૭. હવે તે પોતાના મજલીસ વાળાઓને બોલાવી લે.
★
96 : 18
سَنَدْعُ ٱلزَّبَانِيَةَ
૧૮. અમે પણ (અઝાબના) ફરિશ્તાઓને બોલાવી લઇશું.
★
96 : 19
كَلَّا لَا تُطِعْهُ وَٱسْجُدْ وَٱقْتَرِب ۩
૧૯. ક્યારેય નહી,! તેની વાત કદાપિ ન માનશો. અને સિજદો કરી (પોતાના પાલનહારની) નિકટતા પ્રાપ્ત કરો.
★