91 : 1
وَٱلشَّمْسِ وَضُحَىٰهَا
૧. સૂર્ય અને તેના તડકાની કસમ!
★
91 : 2
وَٱلْقَمَرِ إِذَا تَلَىٰهَا
૨. અને ચદ્રની, જ્યારે તે તેની પાછળ આવે.
★
91 : 3
وَٱلنَّهَارِ إِذَا جَلَّىٰهَا
૩. અને દિવસની કસમ, જ્યારે તે સૂર્યને પ્રગટ કરે.
★
91 : 4
وَٱلَّيْلِ إِذَا يَغْشَىٰهَا
૪. અને રાતની કસમ, જ્યારે તે તેને ઢાકી દેં.
★
91 : 5
وَٱلسَّمَآءِ وَمَا بَنَىٰهَا
૫. કસમ છે આકાશની અને તે હસ્તીની જેણે તેને બનાવ્યું.
★
91 : 6
وَٱلْأَرْضِ وَمَا طَحَىٰهَا
૬. અને ધરતીની કસમ, અને તે હસ્તીની જેણે તેને પાથરી દીધી.
★
91 : 7
وَنَفْسٍ وَمَا سَوَّىٰهَا
૭. કસમ છે, પ્રાણની અને તેની, જેણે તેને ઠીક કરી બનાવ્યું.
★
91 : 8
فَأَلْهَمَهَا فُجُورَهَا وَتَقْوَىٰهَا
૮. પછી તેના દિલમાં તે વાતો પણ નાખી દીધી, જે તેના માટે ખરાબ હોય અને તે વાતો પણ, જે તેના માટે ડરવાવાળી હોય.
★
91 : 9
قَدْ أَفْلَحَ مَن زَكَّىٰهَا
૯. સફળ તે બની ગયો, જેણે પોતાના મનને સુધારી દીધું.
★
91 : 10
وَقَدْ خَابَ مَن دَسَّىٰهَا
૧૦. અને જેણે તેને મેલુ કર્યુ તે નિષ્ફળ થયો
★
91 : 11
كَذَّبَتْ ثَمُودُ بِطَغْوَىٰهَآ
૧૧. (કોમ) ષમૂદે પોતાના વિદ્રોહના કારણે (સત્યને) જુઠલાવ્યું.
★
91 : 12
إِذِ ٱنۢبَعَثَ أَشْقَىٰهَا
૧૨. જ્યારે તેમના માંનો મોટો દુર્ભાગી વ્યક્તિ ઉભો થયો.
★
91 : 13
فَقَالَ لَهُمْ رَسُولُ ٱللَّهِ نَاقَةَ ٱللَّهِ وَسُقْيَـٰهَا
૧૩. તેમને અલ્લાહના પયગંબરે કહી દીધુ હતું કે અલ્લાહ તઆલાની ઊંટણીઅને તેની પીવાનીવારી ની (સુરક્ષા કરો).
★
91 : 14
فَكَذَّبُوهُ فَعَقَرُوهَا فَدَمْدَمَ عَلَيْهِمْ رَبُّهُم بِذَنۢبِهِمْ فَسَوَّىٰهَا
૧૪. તે લોકોએ પોતાના પયગંબરને જુઠલાવ્યા, તે ઊંટણી ના હાથ-પગ કાપી નાખ્યા. બસ! તેમના પાલનહારે તેમના ગુનાહોના કારણે તેમના ઉપર એવી આપત્તિ ઉતારી કે તેમને નષ્ટ કરી સપાટ કરી દીધા.
★
91 : 15
وَلَا يَخَافُ عُقْبَـٰهَا
૧૫. અને તે આવી નષ્ટતાના પરિણામથી ડરતો નથી.
★