37 : 1
وَٱلصَّـٰٓفَّـٰتِ صَفًّا
૧. લાઈનબંધ ઊભા રહેનારા (ફરિશ્તાઓ)ની કસમ!
★
37 : 2
فَٱلزَّٰجِرَٰتِ زَجْرًا
૨. પછી સંપૂર્ણ રીતે ધમકી આપનારાઓની.
★
37 : 3
فَٱلتَّـٰلِيَـٰتِ ذِكْرًا
૩. પછી તેમની જે ઝિકર (કુરઆન)ની તિલાવત કરવાવાળા છે.
★
37 : 4
إِنَّ إِلَـٰهَكُمْ لَوَٰحِدٌ
૪. નિ:શંક તમારા સૌનો ઇલાહ એક જ છે.
★
37 : 5
رَّبُّ ٱلسَّمَـٰوَٰتِ وَٱلْأَرْضِ وَمَا بَيْنَهُمَا وَرَبُّ ٱلْمَشَـٰرِقِ
૫. જે આકાશો અને ધરતીનો પાલનહાર છે અને તે વસ્તુઓનો પણ, જે તે બન્નેની વચ્ચે છે અને પશ્વિમનો પાલનહાર તે જ છે.
★
37 : 6
إِنَّا زَيَّنَّا ٱلسَّمَآءَ ٱلدُّنْيَا بِزِينَةٍ ٱلْكَوَاكِبِ
૬. અમે દુનિયાના આકાશને તારાઓથી શણગાર્યું.
★
37 : 7
وَحِفْظًا مِّن كُلِّ شَيْطَـٰنٍ مَّارِدٍ
૭. અને વિદ્રોહી શેતાનોથી સુરક્ષા કરી.
★
37 : 8
لَّا يَسَّمَّعُونَ إِلَى ٱلْمَلَإِ ٱلْأَعْلَىٰ وَيُقْذَفُونَ مِن كُلِّ جَانِبٍ
૮. તે ઉપરની વાતો સાંભળી જ નથી શકતા અને દરેક બાજુથી તેઓને મારવામાં આવે છે.
★
37 : 9
دُحُورًا ۖ وَلَهُمْ عَذَابٌ وَاصِبٌ
૯. જેથી તેઓ ભાગી જાય અને તેમના માટે હંમેશા રહેવાવાળો અઝાબ છે.
★
37 : 10
إِلَّا مَنْ خَطِفَ ٱلْخَطْفَةَ فَأَتْبَعَهُۥ شِهَابٌ ثَاقِبٌ
૧૦. પરંતુ જે કોઇ એકાદ વાત સાંભળી લે તો (તરત જ) તેની પાછળ સળગેલો અંગારો લાગી જાય છે.
★
37 : 11
فَٱسْتَفْتِهِمْ أَهُمْ أَشَدُّ خَلْقًا أَم مَّنْ خَلَقْنَآ ۚ إِنَّا خَلَقْنَـٰهُم مِّن طِينٍ لَّازِبٍۭ
૧૧. (હે નબી!) તમે તેમને સવાલ કરો કે તમારું સર્જન કરવું વધારે અઘરું છે અથવા જેમનું અમે (તેમના ઉપરાંત) સર્જન કર્યું? અમે (માનવીઓ)નું સર્જન ચીકણી માટી વડે કર્યું.
★
37 : 12
بَلْ عَجِبْتَ وَيَسْخَرُونَ
૧૨. પરંતુ તમે આશ્વર્ય પામો છો અને આ લોકો મશ્કરી કરી રહ્યા છે.
★
37 : 13
وَإِذَا ذُكِّرُوا۟ لَا يَذْكُرُونَ
૧૩. અને જ્યારે તેમને શિખામણ આપવામાં આવે છે, તો આ લોકો માનતા નથી .
★
37 : 14
وَإِذَا رَأَوْا۟ ءَايَةً يَسْتَسْخِرُونَ
૧૪. અને જ્યારે કોઇ નિશાની જુએ છે, તો તેની મશ્કરી કરે છે.
★
37 : 15
وَقَالُوٓا۟ إِنْ هَـٰذَآ إِلَّا سِحْرٌ مُّبِينٌ
૧૫. અને કહે છે કે આ તો ખુલ્લુ જાદુ છે.
★
37 : 16
أَءِذَا مِتْنَا وَكُنَّا تُرَابًا وَعِظَـٰمًا أَءِنَّا لَمَبْعُوثُونَ
૧૬. શું જ્યારે આપણે મૃત્યુ પામીશું અને માટી તથા હાડકાં થઇ જઇશું, તો શું ફરીવાર આપણને ઉઠાવવામાં આવશે?
★
37 : 17
أَوَءَابَآؤُنَا ٱلْأَوَّلُونَ
૧૭. શું આપણા પૂર્વજોને પણ ઉઠાવવામાં આવશે?
★
37 : 18
قُلْ نَعَمْ وَأَنتُمْ دَٰخِرُونَ
૧૮. તમે તેમને જવાબ આપી દો કે હા (આવું જરૂર થશે) અને તમારૂ અપમાન પણ થશે.
★
37 : 19
فَإِنَّمَا هِىَ زَجْرَةٌ وَٰحِدَةٌ فَإِذَا هُمْ يَنظُرُونَ
૧૯. તે તો ફક્ત એક સખત ઝટકો હશે, અચાનક તેઓ બધું જ જોવા લાગશે.
★
37 : 20
وَقَالُوا۟ يَـٰوَيْلَنَا هَـٰذَا يَوْمُ ٱلدِّينِ
૨૦. અને કહેશે કે હાય અમારું દુર્ભાગ્ય! આ જ બદલાનો દિવસ છે.
★
37 : 21
هَـٰذَا يَوْمُ ٱلْفَصْلِ ٱلَّذِى كُنتُم بِهِۦ تُكَذِّبُونَ
૨૧. (ફરી તેમને કેહવામાં આવશે) આ જ નિર્ણયનો દિવસ છે, જેને તમે જુઠલાવતા હતા.
★
37 : 22
۞ ٱحْشُرُوا۟ ٱلَّذِينَ ظَلَمُوا۟ وَأَزْوَٰجَهُمْ وَمَا كَانُوا۟ يَعْبُدُونَ
૨૨. (ફરિશ્તાઓને કહેવામાં આવશે કે) જાલિમ લોકોને અને તેમના સાથીઓને અને જેમની તેઓ અલ્લાહને છોડીને બંદગી કરતા હતા, બધાને એકઠા કરો
★
37 : 23
مِن دُونِ ٱللَّهِ فَٱهْدُوهُمْ إِلَىٰ صِرَٰطِ ٱلْجَحِيمِ
૨૩. (તે સૌને) ભેગા કરી તેમને જહન્નમનો માર્ગ બતાવી દો.
★
37 : 24
وَقِفُوهُمْ ۖ إِنَّهُم مَّسْـُٔولُونَ
૨૪. અને તેમને ઉભા રાખો, તેમને સવાલ પુછવામાં આવશે.
★
37 : 25
مَا لَكُمْ لَا تَنَاصَرُونَ
૨૫. તમને શું થઇ ગયું છે કે (આજે) તમે એકબીજાની મદદ કેમ નથી કરતા?
★
37 : 26
بَلْ هُمُ ٱلْيَوْمَ مُسْتَسْلِمُونَ
૨૬. પરંતુ તે (સૌ) આજના દિવસે આજ્ઞાકારી બની ગયા હશે.
★
37 : 27
وَأَقْبَلَ بَعْضُهُمْ عَلَىٰ بَعْضٍ يَتَسَآءَلُونَ
૨૭. તે એકબીજા તરફ જોઇ સવાલ-જવાબ કરવા લાગશે.
★
37 : 28
قَالُوٓا۟ إِنَّكُمْ كُنتُمْ تَأْتُونَنَا عَنِ ٱلْيَمِينِ
૨૮. (કમજોર લોકો મોટા લોકોને) કહેશે કે તમે તો અમારી પાસે અમારી જમણી બાજુથી આવતા હતા.
★
37 : 29
قَالُوا۟ بَل لَّمْ تَكُونُوا۟ مُؤْمِنِينَ
૨૯. (મોટા લોકો) જવાબ આપશે કે ના (આવું નથી) પરંતુ તમે જ ઈમાન લાવનારા ન હતા.
★
37 : 30
وَمَا كَانَ لَنَا عَلَيْكُم مِّن سُلْطَـٰنٍۭ ۖ بَلْ كُنتُمْ قَوْمًا طَـٰغِينَ
૩૦. અને અમારી બળજબરી તમારા પર હતી (જ) નહીં, પરંતુ તમે (પોતે) વિદ્રોહી હતા.
★
37 : 31
فَحَقَّ عَلَيْنَا قَوْلُ رَبِّنَآ ۖ إِنَّا لَذَآئِقُونَ
૩૧. આજે અમારા પાલનહારનીએ વાત અમારા માટે સાબિત થઇ ગઈ કે અમે અઝાબનો સ્વાદ ચાખીશું.
★
37 : 32
فَأَغْوَيْنَـٰكُمْ إِنَّا كُنَّا غَـٰوِينَ
૩૨. બસ! અમે તમને ગુમરાહ કર્યા કારણકે અમે પોતે જ ગુમરાહ હતા.
★
37 : 33
فَإِنَّهُمْ يَوْمَئِذٍ فِى ٱلْعَذَابِ مُشْتَرِكُونَ
૩૩. આજના દિવસે તો (બધા જ) અઝાબમાં બરાબરના ભાગીદાર હશે.
★
37 : 34
إِنَّا كَذَٰلِكَ نَفْعَلُ بِٱلْمُجْرِمِينَ
૩૪. અમે અપરાધીઓ સાથે આવું જ કરીએ છીએ.
★
37 : 35
إِنَّهُمْ كَانُوٓا۟ إِذَا قِيلَ لَهُمْ لَآ إِلَـٰهَ إِلَّا ٱللَّهُ يَسْتَكْبِرُونَ
૩૫. જ્યારે તેમને કહેવામાં આવે કે અલ્લાહ સિવાય કોઇ ઇલાહ નથી, તો આ લોકો ઘમંડ કરવા લાગતા.
★
37 : 36
وَيَقُولُونَ أَئِنَّا لَتَارِكُوٓا۟ ءَالِهَتِنَا لِشَاعِرٍ مَّجْنُونٍۭ
૩૬. અને કહેતા હતા કે શું અમે એક પાગલ કવિની વાત માની લઇને અમારા મઅબૂદોને છોડી દઇએ?
★
37 : 37
بَلْ جَآءَ بِٱلْحَقِّ وَصَدَّقَ ٱلْمُرْسَلِينَ
૩૭. જો કે તે (પયગંબર) તો સત્ય લઈને લાવ્યા અને તેણે દરેક પયગંબરોને પુષ્ટિ કરી હતી.
★
37 : 38
إِنَّكُمْ لَذَآئِقُوا۟ ٱلْعَذَابِ ٱلْأَلِيمِ
૩૮. (ફરી તેમને કહેવામાં આવશે) કે આજે તમારે દુ:ખદાયી અઝાબનો સ્વાદ ચાખવો પડશે.
★
37 : 39
وَمَا تُجْزَوْنَ إِلَّا مَا كُنتُمْ تَعْمَلُونَ
૩૯. તમને તેનો જ બદલો આપવામાં આવશે, જે તમે કરતા હતા.
★
37 : 40
إِلَّا عِبَادَ ٱللَّهِ ٱلْمُخْلَصِينَ
૪૦. પરંતુ અલ્લાહ તઆલાના મુખલિસ (નિખાલસ) બંદાઓ (આ અઝાબથી) સુરક્ષિત હશે.
★
37 : 41
أُو۟لَـٰٓئِكَ لَهُمْ رِزْقٌ مَّعْلُومٌ
૪૧. તેમના માટે નક્કી કરેલ રોજી હશે.
★
37 : 42
فَوَٰكِهُ ۖ وَهُم مُّكْرَمُونَ
૪૨. અર્થાત (દરેક પ્રકારના) ફળો અને તે ઇજજતવાળા, પ્રતિષ્ઠિત હશે.
★
37 : 43
فِى جَنَّـٰتِ ٱلنَّعِيمِ
૪૩. નેઅમતો વાળી જન્નતોમાં,
★
37 : 44
عَلَىٰ سُرُرٍ مُّتَقَـٰبِلِينَ
૪૪. આસનો પર એકબીજાની સામે બેઠા હશે.
★
37 : 45
يُطَافُ عَلَيْهِم بِكَأْسٍ مِّن مَّعِينٍۭ
૪૫. સાફ શરાબના પ્યાલા ભરી-ભરીને તેમની વચ્ચે ફેરવવામાં આવશે.
★
37 : 46
بَيْضَآءَ لَذَّةٍ لِّلشَّـٰرِبِينَ
૪૬. જે પારદર્શક હશે અને પીવામાં સ્વાદિષ્ટ હશે.
★
37 : 47
لَا فِيهَا غَوْلٌ وَلَا هُمْ عَنْهَا يُنزَفُونَ
૪૭. ન તેનાથી માથાનો દુખાવો થશે અને ન તો તેઓ વિકૃત થશે.
★
37 : 48
وَعِندَهُمْ قَـٰصِرَٰتُ ٱلطَّرْفِ عِينٌ
૪૮. અને તેમની પાસે નીચી નજરોવાળી, સુંદર આંખોવાળી (હૂરો) હશે.
★
37 : 49
كَأَنَّهُنَّ بَيْضٌ مَّكْنُونٌ
૪૯. એવી, જેવું કે છૂપાયેલા ઇંડા હોય.
★
37 : 50
فَأَقْبَلَ بَعْضُهُمْ عَلَىٰ بَعْضٍ يَتَسَآءَلُونَ
૫૦. (જન્નતી લોકો) એકબીજા સામે જોઇ સવાલ કરશે,
★
37 : 51
قَالَ قَآئِلٌ مِّنْهُمْ إِنِّى كَانَ لِى قَرِينٌ
૫૧. તેમના માંથી એક કહેશે કે (દુનિયામાં) મારો એક મિત્ર હતો,
★
37 : 52
يَقُولُ أَءِنَّكَ لَمِنَ ٱلْمُصَدِّقِينَ
૫૨. જે મને કહેતો હતો કે શું તું પણ (કયામતના દિવસ પર) યકીન કરવાવાળાઓ માંથી બની ગયો?
★
37 : 53
أَءِذَا مِتْنَا وَكُنَّا تُرَابًا وَعِظَـٰمًا أَءِنَّا لَمَدِينُونَ
૫૩. શું જ્યારે આપણે મૃત્યુ પામી, માટી અને હાડકાં બની જઇશું, તે દિવસે આપણને બદલો આપવામાં આવશે?
★
37 : 54
قَالَ هَلْ أَنتُم مُّطَّلِعُونَ
૫૪. પછી તે કહેશે કે શું તમે તેની દશા જોવા ઇચ્છો છો?
★
37 : 55
فَٱطَّلَعَ فَرَءَاهُ فِى سَوَآءِ ٱلْجَحِيمِ
૫૫. જોતાં ની સાથે જ તેને જહન્નમની વચ્ચે જોશે.
★
37 : 56
قَالَ تَٱللَّهِ إِن كِدتَّ لَتُرْدِينِ
૫૬. કહેશે, અલ્લાહ! શક્ય હતું કે તું મને (પણ) બરબાદ કરી દેતો.
★
37 : 57
وَلَوْلَا نِعْمَةُ رَبِّى لَكُنتُ مِنَ ٱلْمُحْضَرِينَ
૫૭. જો મારા પાલનહારનો ઉપકાર ન હોત, તો હું પણ જહન્નમમાં હાજર કરવાવાળાઓ માંથી હોત.
★
37 : 58
أَفَمَا نَحْنُ بِمَيِّتِينَ
૫૮. પછી (ખુશીથી પોતાના દિલમાં કહેશે) શું હવે અમે મૃત્યુ પામવાના જ નથી?
★
37 : 59
إِلَّا مَوْتَتَنَا ٱلْأُولَىٰ وَمَا نَحْنُ بِمُعَذَّبِينَ
૫૯. અમારે પ્રથમ વખત જ મૃત્યુ પામવાના હતા, હવે અમને અઝાબ પણ નહીં થાય.
★
37 : 60
إِنَّ هَـٰذَا لَهُوَ ٱلْفَوْزُ ٱلْعَظِيمُ
૬૦. પછી તો આ ભવ્ય સફળતા છે.
★
37 : 61
لِمِثْلِ هَـٰذَا فَلْيَعْمَلِ ٱلْعَـٰمِلُونَ
૬૧. આવી (સફળતા) માટે કર્મો કરનારાઓએ કર્મ કરવા જોઇએ.
★
37 : 62
أَذَٰلِكَ خَيْرٌ نُّزُلًا أَمْ شَجَرَةُ ٱلزَّقُّومِ
૬૨. શું આ મહેમાન નવાજી સારી છે અથવા ઝક્કુમ (થોર)ના વૃક્ષની?
★
37 : 63
إِنَّا جَعَلْنَـٰهَا فِتْنَةً لِّلظَّـٰلِمِينَ
૬૩. જેને અમે જાલિમ લોકો માટે એક અજમાયશ બનાવ્યું છે.
★
37 : 64
إِنَّهَا شَجَرَةٌ تَخْرُجُ فِىٓ أَصْلِ ٱلْجَحِيمِ
૬૪. તે વૃક્ષ જહન્નમની જડ માંથી નીકળે છે.
★
37 : 65
طَلْعُهَا كَأَنَّهُۥ رُءُوسُ ٱلشَّيَـٰطِينِ
૬૫. જેના ગુચ્છા શેતાનોના માથા જેવા છે.
★
37 : 66
فَإِنَّهُمْ لَـَٔاكِلُونَ مِنْهَا فَمَالِـُٔونَ مِنْهَا ٱلْبُطُونَ
૬૬. (જહન્નમના લોકો) આ જ વૃક્ષને ખાશે અને તેનાથી જ પેટ ભરશે.
★
37 : 67
ثُمَّ إِنَّ لَهُمْ عَلَيْهَا لَشَوْبًا مِّنْ حَمِيمٍ
૬૭. પછી તેના ઉપર પીવા માટે, ઊકળતું પાણી લાવવામાં આવશે.
★
37 : 68
ثُمَّ إِنَّ مَرْجِعَهُمْ لَإِلَى ٱلْجَحِيمِ
૬૮. પછી તે સૌને જહન્નમ તરફ ફેરવવામાં આવશે.
★
37 : 69
إِنَّهُمْ أَلْفَوْا۟ ءَابَآءَهُمْ ضَآلِّينَ
૬૯. તે લોકોએ પોતાના પૂર્વજોને ગુમરાહ જોયા.
★
37 : 70
فَهُمْ عَلَىٰٓ ءَاثَـٰرِهِمْ يُهْرَعُونَ
૭૦. અને આ લોકો તેમના જ માર્ગ ઉપર દોડતા રહ્યા.
★
37 : 71
وَلَقَدْ ضَلَّ قَبْلَهُمْ أَكْثَرُ ٱلْأَوَّلِينَ
૭૧. જો કે તેમના પહેલાના ઘણા લોકો ગુમરાહ થઇ ગયા હતા.
★
37 : 72
وَلَقَدْ أَرْسَلْنَا فِيهِم مُّنذِرِينَ
૭૨. જેમની પાસે અમે ડરાવનાર મોકલ્યા હતા.
★
37 : 73
فَٱنظُرْ كَيْفَ كَانَ عَـٰقِبَةُ ٱلْمُنذَرِينَ
૭૩. હવે તમે જોઇ લો કે જે લોકોને ધમકી આપવામાં આવી હતી, તેમની દશા કેવી થઇ.
★
37 : 74
إِلَّا عِبَادَ ٱللَّهِ ٱلْمُخْلَصِينَ
૭૪. (તે લોકો માંથી) ફક્ત નિખાલસ બંદાઓ જ સુરક્ષિત રહ્યા.
★
37 : 75
وَلَقَدْ نَادَىٰنَا نُوحٌ فَلَنِعْمَ ٱلْمُجِيبُونَ
૭૫. અને અમને નૂહએ પોકાર્યા, તો (જોઇ લો) અમે કેટલા શ્રેષ્ઠ દુઆ કબૂલ કરનારા છે.
★
37 : 76
وَنَجَّيْنَـٰهُ وَأَهْلَهُۥ مِنَ ٱلْكَرْبِ ٱلْعَظِيمِ
૭૬. અમે તેમને અને તેમના ઘરવાળાઓને તે ભયાનક મુસીબતથી બચાવી દીધા.
★
37 : 77
وَجَعَلْنَا ذُرِّيَّتَهُۥ هُمُ ٱلْبَاقِينَ
૭૭. અને ફક્ત તેમની સંતાનને બાકી રાખી.
★
37 : 78
وَتَرَكْنَا عَلَيْهِ فِى ٱلْـَٔاخِرِينَ
૭૮. અને અમે તેમનું (સારું નામ) પાછળના લોકોમાં જાળવી રાખ્યું.
★
37 : 79
سَلَـٰمٌ عَلَىٰ نُوحٍ فِى ٱلْعَـٰلَمِينَ
૭૯. નૂહ પર સમગ્ર સૃષ્ટિના સલામ છે.
★
37 : 80
إِنَّا كَذَٰلِكَ نَجْزِى ٱلْمُحْسِنِينَ
૮૦. અમે સત્કાર્ય કરવાવાળાઓને આવી જ રીતે બદલો આપીએ છીએ.
★
37 : 81
إِنَّهُۥ مِنْ عِبَادِنَا ٱلْمُؤْمِنِينَ
૮૧. તે અમારા ઈમાનવાળા બંદાઓ માંથી હતા.
★
37 : 82
ثُمَّ أَغْرَقْنَا ٱلْـَٔاخَرِينَ
૮૨. પછી અમે બીજાને ડુબાડી દીધા.
★
37 : 83
۞ وَإِنَّ مِن شِيعَتِهِۦ لَإِبْرَٰهِيمَ
૮૩. અને તે (નૂહનું) અનુસરણ કરનારાઓ માંથી (જ) ઇબ્રાહીમ પણ હતા.
★
37 : 84
إِذْ جَآءَ رَبَّهُۥ بِقَلْبٍ سَلِيمٍ
૮૪. જ્યારે પોતાના પાલનહાર પાસે પવિત્ર દિલ લઈને આવ્યા.
★
37 : 85
إِذْ قَالَ لِأَبِيهِ وَقَوْمِهِۦ مَاذَا تَعْبُدُونَ
૮૫. તેમણે પોતાના પિતા અને કોમના લોકોને કહ્યું, તમે કઇ વસ્તુની પૂજા કરી રહ્યા છો?
★
37 : 86
أَئِفْكًا ءَالِهَةً دُونَ ٱللَّهِ تُرِيدُونَ
૮૬. શું તમે અલ્લાહ ને છોડીને ઘડી કાઢેલા પૂજ્યો ઇચ્છો છો?
★
37 : 87
فَمَا ظَنُّكُم بِرَبِّ ٱلْعَـٰلَمِينَ
૮૭. તો એવું (જણાવો કે) તમે સમગ્રસૃષ્ટિના પાલનહારને શું સમજો છો?
★
37 : 88
فَنَظَرَ نَظْرَةً فِى ٱلنُّجُومِ
૮૮. પછી (એકવાર) તેમણે તારાઓ તરફ એક નજર કરી.
★
37 : 89
فَقَالَ إِنِّى سَقِيمٌ
૮૯. અને કહ્યું કે હું બિમાર છું.
★
37 : 90
فَتَوَلَّوْا۟ عَنْهُ مُدْبِرِينَ
૯૦. આમ તે લોકો તેનાથી મોઢું ફેરવી જતા રહ્યા.
★
37 : 91
فَرَاغَ إِلَىٰٓ ءَالِهَتِهِمْ فَقَالَ أَلَا تَأْكُلُونَ
૯૧. (ઇબ્રાહીમ) તેમના પૂજ્યો પાસે ગયા અને કહેવા લાગ્યા કે તમે ભોજન કેમ નથી લેતા?
★
37 : 92
مَا لَكُمْ لَا تَنطِقُونَ
૯૨. તમને શું થઇ ગયું છે કે વાત પણ નથી કરતા.
★
37 : 93
فَرَاغَ عَلَيْهِمْ ضَرْبًۢا بِٱلْيَمِينِ
૯૩. પછી જમણા હાથ વડે તેમને ખૂબ મારવા લાગ્યા.
★
37 : 94
فَأَقْبَلُوٓا۟ إِلَيْهِ يَزِفُّونَ
૯૪. (પાછા આવીને કોમે જ્યારે આ સ્થિતિ જોઈ) દોડતા દોડતા ઈબ્રાહીમ પાસે આવ્યા.
★
37 : 95
قَالَ أَتَعْبُدُونَ مَا تَنْحِتُونَ
૯૫. (ઇબ્રાહીમે) કહ્યું, શું તમે તેમની પૂજા કરી રહ્યા છો, જેમને તમે પોતે જ કોતરો છો.
★
37 : 96
وَٱللَّهُ خَلَقَكُمْ وَمَا تَعْمَلُونَ
૯૬. જો કે તમારું અને તમારી બનાવેલી વસ્તુઓનું સર્જન અલ્લાહએ જ કર્યું.
★
37 : 97
قَالُوا۟ ٱبْنُوا۟ لَهُۥ بُنْيَـٰنًا فَأَلْقُوهُ فِى ٱلْجَحِيمِ
૯૭. તેઓ કહેવા લાગ્યા, તેના માટે એક ઘર બનાવો અને તે (ભળકે બળતી) આગમાં તેને નાંખી દો.
★
37 : 98
فَأَرَادُوا۟ بِهِۦ كَيْدًا فَجَعَلْنَـٰهُمُ ٱلْأَسْفَلِينَ
૯૮. તેમણે તો તેમની (ઇબ્રાહીમ) સાથે યુક્તિ કરવાનું ઇચ્છયું, પરંતુ અમે તેમને જ હીન કરી દીધા.
★
37 : 99
وَقَالَ إِنِّى ذَاهِبٌ إِلَىٰ رَبِّى سَيَهْدِينِ
૯૯. અને તેમણે કહ્યું, હું તો હિજરત કરી પોતાના પાલનહાર તરફ જવાનો છું, તે જરૂર મને માર્ગ બતાવશે.
★
37 : 100
رَبِّ هَبْ لِى مِنَ ٱلصَّـٰلِحِينَ
૧૦૦. હે મારા પાલનહાર! મને સદાચારી સંતાન આપ,
★
37 : 101
فَبَشَّرْنَـٰهُ بِغُلَـٰمٍ حَلِيمٍ
૧૦૧. તો અમે તેમને એક ધૈર્યવાન બાળકની ખુશખબરી આપી.
★
37 : 102
فَلَمَّا بَلَغَ مَعَهُ ٱلسَّعْىَ قَالَ يَـٰبُنَىَّ إِنِّىٓ أَرَىٰ فِى ٱلْمَنَامِ أَنِّىٓ أَذْبَحُكَ فَٱنظُرْ مَاذَا تَرَىٰ ۚ قَالَ يَـٰٓأَبَتِ ٱفْعَلْ مَا تُؤْمَرُ ۖ سَتَجِدُنِىٓ إِن شَآءَ ٱللَّهُ مِنَ ٱلصَّـٰبِرِينَ
૧૦૨. પછી જ્યારે તે (બાળક) એટલી વયે પહોંચ્યો કે તેમની સાથે હરે-ફરે, તો તેમણે કહ્યું, મારા વ્હાલા દીકરા! હું સપનામાં તને ઝબહ કરતા જોઇ રહ્યો છું, હવે તું જણાવ કે તારો વિચાર શું છે? દીકરાએ જવાબ આપ્યો કે, પિતાજી! જે આદેશ આપવામાં આવ્યો છે તેને કરી લો, "ઇન્ શાઅ અલ્લાહ" તમે મને ધીરજ રાખનાર પામશો.
★
37 : 103
فَلَمَّآ أَسْلَمَا وَتَلَّهُۥ لِلْجَبِينِ
૧૦૩. જ્યારે બન્ને માની ગયા અને તેમણે (પિતાએ) તેને (દીકરાને) કપાળે ઊંધો પાડી દીધો,
★
37 : 104
وَنَـٰدَيْنَـٰهُ أَن يَـٰٓإِبْرَٰهِيمُ
૧૦૪. તો અમે અવાજ આપ્યો કે હે ઇબ્રાહીમ!
★
37 : 105
قَدْ صَدَّقْتَ ٱلرُّءْيَآ ۚ إِنَّا كَذَٰلِكَ نَجْزِى ٱلْمُحْسِنِينَ
૧૦૫. ખરેખર તમે પોતાના સપનાને સાચું કરી બતાવ્યું. નિ:શંક અમે સત્કાર્યો કરનારને આવી જ રીતે બદલો આપીએ છીએ.
★
37 : 106
إِنَّ هَـٰذَا لَهُوَ ٱلْبَلَـٰٓؤُا۟ ٱلْمُبِينُ
૧૦૬. ખરેખર આ ખુલ્લી કસોટી હતી.
★
37 : 107
وَفَدَيْنَـٰهُ بِذِبْحٍ عَظِيمٍ
૧૦૭. અને અમે એક મોટી કુરબાની તેના ફિદયહમાં (બદલામાં) આપી દીધી,
★
37 : 108
وَتَرَكْنَا عَلَيْهِ فِى ٱلْـَٔاخِرِينَ
૧૦૮. અને અમે તેમનું સારું નામ પાછળના લોકોમાં બાકી રાખ્યું.
★
37 : 109
سَلَـٰمٌ عَلَىٰٓ إِبْرَٰهِيمَ
૧૦૯. ઇબ્રાહીમ પર સલામ છે.
★
37 : 110
كَذَٰلِكَ نَجْزِى ٱلْمُحْسِنِينَ
૧૧૦. અમે સદાચારી લોકોને આવી જ રીતે બદલો આપીએ છીએ.
★
37 : 111
إِنَّهُۥ مِنْ عِبَادِنَا ٱلْمُؤْمِنِينَ
૧૧૧. નિ:શંક તે અમારા ઈમાનવાળા બંદાઓ માંથી હતા.
★
37 : 112
وَبَشَّرْنَـٰهُ بِإِسْحَـٰقَ نَبِيًّا مِّنَ ٱلصَّـٰلِحِينَ
૧૧૨. અને અમે તેમને ઇસ્હાકની ખુશખબરી આપી,જે સદાચારી લોકો માંથી, પયગંબર હશે.
★
37 : 113
وَبَـٰرَكْنَا عَلَيْهِ وَعَلَىٰٓ إِسْحَـٰقَ ۚ وَمِن ذُرِّيَّتِهِمَا مُحْسِنٌ وَظَالِمٌ لِّنَفْسِهِۦ مُبِينٌ
૧૧૩. અને અમે ઇબ્રાહીમ અને ઇસ્હાક પર ખૂબ કૃપા કરી અને તે બન્નેના સંતાન માંથી કેટલાક સદાચારી છે અને કેટલાક પોતાના પર ખુલ્લો અત્યાચાર કરવાવાળા છે.
★
37 : 114
وَلَقَدْ مَنَنَّا عَلَىٰ مُوسَىٰ وَهَـٰرُونَ
૧૧૪. નિ:શંક અમે મૂસા અને હારૂન પર ઘણો જ ઉપકાર કર્યો.
★
37 : 115
وَنَجَّيْنَـٰهُمَا وَقَوْمَهُمَا مِنَ ٱلْكَرْبِ ٱلْعَظِيمِ
૧૧૫. અને તેમને તથા તેમની કોમને મોટા દુઃખથી છુટકારો આપ્યો.
★
37 : 116
وَنَصَرْنَـٰهُمْ فَكَانُوا۟ هُمُ ٱلْغَـٰلِبِينَ
૧૧૬. અને તેમની મદદ કરી, જેથી તેઓ જ વિજયી રહ્યા.
★
37 : 117
وَءَاتَيْنَـٰهُمَا ٱلْكِتَـٰبَ ٱلْمُسْتَبِينَ
૧૧૭. અને અમે તેમને પ્રકાશિત કિતાબ આપી.
★
37 : 118
وَهَدَيْنَـٰهُمَا ٱلصِّرَٰطَ ٱلْمُسْتَقِيمَ
૧૧૮. અને તેમને સત્ય માર્ગ પર રાખ્યા.
★
37 : 119
وَتَرَكْنَا عَلَيْهِمَا فِى ٱلْـَٔاخِرِينَ
૧૧૯. અને અમે તે બન્નેનું સારૂ નામ પાછળના લોકોમાં બાકી રાખ્યું.
★
37 : 120
سَلَـٰمٌ عَلَىٰ مُوسَىٰ وَهَـٰرُونَ
૧૨૦. કે મૂસા અને હારૂન પર સલામ થાય.
★
37 : 121
إِنَّا كَذَٰلِكَ نَجْزِى ٱلْمُحْسِنِينَ
૧૨૧. નિ:શંક અમે સદાચારી લોકોને આવી જ રીતે બદલો આપીએ છીએ.
★
37 : 122
إِنَّهُمَا مِنْ عِبَادِنَا ٱلْمُؤْمِنِينَ
૧૨૨. નિ:શંક તે બન્ને અમારા ઈમાનવાળા બંદાઓ માંથી હતા.
★
37 : 123
وَإِنَّ إِلْيَاسَ لَمِنَ ٱلْمُرْسَلِينَ
૧૨૩. નિ:શંક ઇલ્યાસ પણ પયગંબરો માંથી હતા.
★
37 : 124
إِذْ قَالَ لِقَوْمِهِۦٓ أَلَا تَتَّقُونَ
૧૨૪. જ્યારે તેમણે પોતાની કોમને કહ્યું, તમે અલ્લાહથી ડરતા નથી?
★
37 : 125
أَتَدْعُونَ بَعْلًا وَتَذَرُونَ أَحْسَنَ ٱلْخَـٰلِقِينَ
૧૨૫. શું તમે બ-અ-લ (એક મૂર્તિનું નામ)ને પોકારો છો? અને સૌથી શ્રેષ્ઠ સર્જનહારને છોડી દો છો.
★
37 : 126
ٱللَّهَ رَبَّكُمْ وَرَبَّ ءَابَآئِكُمُ ٱلْأَوَّلِينَ
૧૨૬. તે અલ્લાહને, જે તમારો અને તમારાથી પહેલાના લોકોનો પાલનહાર છે.
★
37 : 127
فَكَذَّبُوهُ فَإِنَّهُمْ لَمُحْضَرُونَ
૧૨૭. પરંતુ કોમના લોકોએ તેમને જુઠલાવ્યા. બસ! તેઓને જરૂર (અઝાબ માટે) હાજર કરવામાં આવશે.
★
37 : 128
إِلَّا عِبَادَ ٱللَّهِ ٱلْمُخْلَصِينَ
૧૨૮. અલ્લાહ તઆલાના નિખાલસ બંદાઓ (સુરક્ષિત રહેશે.)
★
37 : 129
وَتَرَكْنَا عَلَيْهِ فِى ٱلْـَٔاخِرِينَ
૧૨૯. અમે (ઇલ્યાસ) નું સારું નામ પાછળના લોકોમાં બાકી રાખ્યું.
★
37 : 130
سَلَـٰمٌ عَلَىٰٓ إِلْ يَاسِينَ
૧૩૦. ઇલ્યાસ પર સલામ થાય.
★
37 : 131
إِنَّا كَذَٰلِكَ نَجْزِى ٱلْمُحْسِنِينَ
૧૩૧. અમે સત્કાર્ય કરવાવાળાઓને આવી જ રીતે બદલો આપીએ છીએ.
★
37 : 132
إِنَّهُۥ مِنْ عِبَادِنَا ٱلْمُؤْمِنِينَ
૧૩૨. નિ:શંક તે અમારા સદાચારી બંદાઓ માંથી હતા.
★
37 : 133
وَإِنَّ لُوطًا لَّمِنَ ٱلْمُرْسَلِينَ
૧૩૩. નિ:શંક લૂત પણ પયગંબરો માંથી હતા,
★
37 : 134
إِذْ نَجَّيْنَـٰهُ وَأَهْلَهُۥٓ أَجْمَعِينَ
૧૩૪. અમે તેમને અને તેમના ઘરવાળાઓ, દરેકને (અઝાબથી) છુટકારો આપ્યો,
★
37 : 135
إِلَّا عَجُوزًا فِى ٱلْغَـٰبِرِينَ
૧૩૫. તે વૃદ્વ સ્ત્રી સિવાય, જે પાછળ રહેનારા લોકોમાં બાકી રહી ગઇ.
★
37 : 136
ثُمَّ دَمَّرْنَا ٱلْـَٔاخَرِينَ
૧૩૬. પછી અમે બીજાને નષ્ટ કરી દીધા.
★
37 : 137
وَإِنَّكُمْ لَتَمُرُّونَ عَلَيْهِم مُّصْبِحِينَ
૧૩૭. અને તમે (તે ઉજ્જડ વસ્તી) પાસેથી સવારના સમયે પસાર થાવ છો.
★
37 : 138
وَبِٱلَّيْلِ ۗ أَفَلَا تَعْقِلُونَ
૧૩૮. અને રાતના સમયે પણ (પસાર થાવ છો), શું તો પણ સમજતા નથી?
★
37 : 139
وَإِنَّ يُونُسَ لَمِنَ ٱلْمُرْسَلِينَ
૧૩૯. અને નિ:શંક યૂનુસ પયગંબરો માંથી હતા.
★
37 : 140
إِذْ أَبَقَ إِلَى ٱلْفُلْكِ ٱلْمَشْحُونِ
૧૪૦. જ્યારે ભાગીને ભરેલી હોડી તરફ પહોંચ્યા.
★
37 : 141
فَسَاهَمَ فَكَانَ مِنَ ٱلْمُدْحَضِينَ
૧૪૧. પછી ચિઠ્ઠી નાંખવામાં આવી, તો તેઓ હારી ગયા.
★
37 : 142
فَٱلْتَقَمَهُ ٱلْحُوتُ وَهُوَ مُلِيمٌ
૧૪૨. તો પછી તેમને માછલી ગળી ગઇ અને તેઓ પોતાને જ દોષિત ઠેરવવા લાગ્યા.
★
37 : 143
فَلَوْلَآ أَنَّهُۥ كَانَ مِنَ ٱلْمُسَبِّحِينَ
૧૪૩. બસ! જો તેઓ પવિત્રતાનું વર્ણન ન કરતા,
★
37 : 144
لَلَبِثَ فِى بَطْنِهِۦٓ إِلَىٰ يَوْمِ يُبْعَثُونَ
૧૪૪. તો કયામત સુધી માછલીના પેટમાં જ રહેતા.
★
37 : 145
۞ فَنَبَذْنَـٰهُ بِٱلْعَرَآءِ وَهُوَ سَقِيمٌ
૧૪૫. બસ! તેમને અમે સપાટ મેદાનમાં નાંખી દીધા અને તેઓ તે સમયે બિમાર હતા.
★
37 : 146
وَأَنۢبَتْنَا عَلَيْهِ شَجَرَةً مِّن يَقْطِينٍ
૧૪૬. અને તેમના પર છાંયડો કરવા માટે એક વેલવાળું વૃક્ષ અમે ઉગાડી દીધું.
★
37 : 147
وَأَرْسَلْنَـٰهُ إِلَىٰ مِا۟ئَةِ أَلْفٍ أَوْ يَزِيدُونَ
૧૪૭. અને (ત્યારબાદ) અમે તેમને એક લાખ કરતાં પણ વધારે લોકો તરફ (પયગંબર બનાવી) મોકલ્યા.
★
37 : 148
فَـَٔامَنُوا۟ فَمَتَّعْنَـٰهُمْ إِلَىٰ حِينٍ
૧૪૮. બસ! તેઓ ઈમાન લાવ્યા અને અમે તેમને એક સમયગાળા સુધી વૈભવી જીવન આપ્યું.
★
37 : 149
فَٱسْتَفْتِهِمْ أَلِرَبِّكَ ٱلْبَنَاتُ وَلَهُمُ ٱلْبَنُونَ
૧૪૯. તેમને પૂછો કે શું તમારા પાલનહારને દીકરીઓ છે અને તેમના દીકરા છે?
★
37 : 150
أَمْ خَلَقْنَا ٱلْمَلَـٰٓئِكَةَ إِنَـٰثًا وَهُمْ شَـٰهِدُونَ
૧૫૦. અથવા આ લોકો તે સમયે હાજર હતા, જ્યારે અમે ફરિશ્તાઓનું સર્જન સ્ત્રીજાતિમાં કર્યું?
★
37 : 151
أَلَآ إِنَّهُم مِّنْ إِفْكِهِمْ لَيَقُولُونَ
૧૫૧. જાણી લો કે આ લોકો પોતે ઘડી કાઢેલી વાતો કહી રહ્યા છે.
★
37 : 152
وَلَدَ ٱللَّهُ وَإِنَّهُمْ لَكَـٰذِبُونَ
૧૫૨. કે અલ્લાહને સંતાન છે, ખરેખર આ લોકો જુઠ્ઠા છે.
★
37 : 153
أَصْطَفَى ٱلْبَنَاتِ عَلَى ٱلْبَنِينَ
૧૫૩. શું અલ્લાહ તઆલાએ પોતાના માટે દીકરીઓને દીકરાઓ પર પ્રાથમિકતા આપી?
★
37 : 154
مَا لَكُمْ كَيْفَ تَحْكُمُونَ
૧૫૪. તમને શું થઇ ગયું છે? કેવી વાતો કહેતા ફરો છો?
★
37 : 155
أَفَلَا تَذَكَّرُونَ
૧૫૫. શું તમે સમજતા પણ નથી?
★
37 : 156
أَمْ لَكُمْ سُلْطَـٰنٌ مُّبِينٌ
૧૫૬. અથવા તમારી પાસે આ વાતનો કોઇ સ્પષ્ટ પુરાવો છે?
★
37 : 157
فَأْتُوا۟ بِكِتَـٰبِكُمْ إِن كُنتُمْ صَـٰدِقِينَ
૧૫૭. તો જાવ, સાચા હોવ તો પોતાની જ કિતાબ લઇ આવો.
★
37 : 158
وَجَعَلُوا۟ بَيْنَهُۥ وَبَيْنَ ٱلْجِنَّةِ نَسَبًا ۚ وَلَقَدْ عَلِمَتِ ٱلْجِنَّةُ إِنَّهُمْ لَمُحْضَرُونَ
૧૫૮. અને તે લોકોએ અલ્લાહ અને જિન્નાત વચ્ચે સંબંધ ઠેરાવ્યો, જો કે જિન્નાતો પોતે જાણે છે કે તેઓ (આવી આસ્થા રાખનારા લોકોને)અઝાબ સામે રજૂ કરવામાં આવશે.
★
37 : 159
سُبْحَـٰنَ ٱللَّهِ عَمَّا يَصِفُونَ
૧૫૯. જે કંઈ આ લોકો વર્ણન કરી રહ્યા છે તેનાથી અલ્લાહ તઆલા પવિત્ર છે.
★
37 : 160
إِلَّا عِبَادَ ٱللَّهِ ٱلْمُخْلَصِينَ
૧૬૦. અલ્લાહના નિખાલસ બંદાઓ સિવાય. (જેઓ આવા આરોપ લગાવતા નથી)
★
37 : 161
فَإِنَّكُمْ وَمَا تَعْبُدُونَ
૧૬૧. ખરેખર તમે સૌ અને તમારા પૂજ્યો,
★
37 : 162
مَآ أَنتُمْ عَلَيْهِ بِفَـٰتِنِينَ
૧૬૨. આ (નિખાલસ બંદાઓને) અલ્લાહ વિરૂદ્વ ફિતનામા નાખી શકતા નથી.
★
37 : 163
إِلَّا مَنْ هُوَ صَالِ ٱلْجَحِيمِ
૧૬૩. જે જહન્નમમાં રહેવાવાળો છે, તેના સિવાય.
★
37 : 164
وَمَا مِنَّآ إِلَّا لَهُۥ مَقَامٌ مَّعْلُومٌ
૧૬૪. અને (ફરિશ્તાઓની વાત એવી છે કે) અમારા માંથી દરેકની જગ્યા નક્કી છે.
★
37 : 165
وَإِنَّا لَنَحْنُ ٱلصَّآفُّونَ
૧૬૫. અને અમે (અલ્લાહની બંદગી માટે) લાઇનબંધ ઊભા છે.
★
37 : 166
وَإِنَّا لَنَحْنُ ٱلْمُسَبِّحُونَ
૧૬૬. અને અમે અલ્લાહની તસ્બીહ કરનાર છે.
★
37 : 167
وَإِن كَانُوا۟ لَيَقُولُونَ
૧૬૭. અને આ (કાફિર લોકો) પહેલા તો આવું કહેતા હતા,
★
37 : 168
لَوْ أَنَّ عِندَنَا ذِكْرًا مِّنَ ٱلْأَوَّلِينَ
૧૬૮. કે જો અમારી પાસે પહેલાના લોકોની જેમ કોઈ શિખામણ હોત.
★
37 : 169
لَكُنَّا عِبَادَ ٱللَّهِ ٱلْمُخْلَصِينَ
૧૬૯. તો અમે પણ અલ્લાહના નિકટના બંદા બની જતાં.
★
37 : 170
فَكَفَرُوا۟ بِهِۦ ۖ فَسَوْفَ يَعْلَمُونَ
૧૭૦. (અને જ્યારે કુરઆન આવી ગયું) તો તેઓએ ત્તેનો ઇન્કાર કરવા લાગ્યા, બસ! હવે નજીકમાં જ જાણી લેશે.
★
37 : 171
وَلَقَدْ سَبَقَتْ كَلِمَتُنَا لِعِبَادِنَا ٱلْمُرْسَلِينَ
૧૭૧. અને અમારું વચન, જે પયગંબર છે, તેમના હકમાં પહેલાથીજ આદેશ મળી ગયો છે.
★
37 : 172
إِنَّهُمْ لَهُمُ ٱلْمَنصُورُونَ
૧૭૨. કે ખરેખર તે લોકોની જ મદદ કરવામાં આવશે.
★
37 : 173
وَإِنَّ جُندَنَا لَهُمُ ٱلْغَـٰلِبُونَ
૧૭૩. અને અમારું જ લશ્કર વિજય મેળવશે.
★
37 : 174
فَتَوَلَّ عَنْهُمْ حَتَّىٰ حِينٍ
૧૭૪. હવે તમે થોડાંક દિવસ સુધી તેમનાથી મોઢું ફેરવી લો.
★
37 : 175
وَأَبْصِرْهُمْ فَسَوْفَ يُبْصِرُونَ
૧૭૫. (હે પયગંબર!) તેમને જોતા રહો અને તે લોકો પણ આગળ જોઇ લેશે.
★
37 : 176
أَفَبِعَذَابِنَا يَسْتَعْجِلُونَ
૧૭૬. શું આ લોકો અમારા અઝાબની ઉતાવળ કરી રહ્યા છે?
★
37 : 177
فَإِذَا نَزَلَ بِسَاحَتِهِمْ فَسَآءَ صَبَاحُ ٱلْمُنذَرِينَ
૧૭૭. સાંભળો! જ્યારે અમારો અઝાબ તેમના મેદાનમાં આવી જશે, તે સમયે તેમની સવાર ખૂબ જ ખરાબ હશે, જે લોકોને સચેત કરવામાં આવ્યા હતા.
★
37 : 178
وَتَوَلَّ عَنْهُمْ حَتَّىٰ حِينٍ
૧૭૮. તમે થોડોક સમય સુધી તેમનો વિચાર કરવાનું છોડી દો.
★
37 : 179
وَأَبْصِرْ فَسَوْفَ يُبْصِرُونَ
૧૭૯. અને જોતા રહો કે તે લોકો પણ હમણા જ જોઇ લેશે.
★
37 : 180
سُبْحَـٰنَ رَبِّكَ رَبِّ ٱلْعِزَّةِ عَمَّا يَصِفُونَ
૧૮૦. પવિત્ર છે, તમારો પાલનહાર, જે ઘણી જ ઇજજતવાળો છે, તે દરેક વસ્તુથી પાક છે. (જેનું મુશરિક લોકો વર્ણન કરે છે.)
★
37 : 181
وَسَلَـٰمٌ عَلَى ٱلْمُرْسَلِينَ
૧૮૧. પયગંબરો પર સલામ છે.
★
37 : 182
وَٱلْحَمْدُ لِلَّهِ رَبِّ ٱلْعَـٰلَمِينَ
૧૮૨. અને દરેક પ્રકારની પ્રશંસા અલ્લાહ માટે જ છે, જે સમગ્ર સૃષ્ટિનો પાલનહાર છે.
★