19 : 1
كٓهيعٓصٓ
૧. કાફ્-હા-યા-ઐન્-સૉદ્ [1]
★
19 : 2
ذِكْرُ رَحْمَتِ رَبِّكَ عَبْدَهُۥ زَكَرِيَّآ
૨. આ તારા પાલનહારની તે કૃપાનું વર્ણન છે, જે તેણે પોતાના બંદા ઝકરિયા પર કરી હતી.
★
19 : 3
إِذْ نَادَىٰ رَبَّهُۥ نِدَآءً خَفِيًّا
૩. જ્યારે તેમણે પોતાના પાલનહારની સામે ગુપ્ત રીતે પોકાર્યા.
★
19 : 4
قَالَ رَبِّ إِنِّى وَهَنَ ٱلْعَظْمُ مِنِّى وَٱشْتَعَلَ ٱلرَّأْسُ شَيْبًا وَلَمْ أَكُنۢ بِدُعَآئِكَ رَبِّ شَقِيًّا
૪. અને કહ્યું, હે મારા પાલનહાર! મારા હાડકા નબળા પડી ગયા છે અને વૃદ્ધા વસ્થાના કારણે માથાના વાળ સફેદ થઇ ગયા છે, હે મારા પાલનહાર! હું ક્યારેય તારી સામે દુઆ કરી વંચિત નથી રહ્યો.
★
19 : 5
وَإِنِّى خِفْتُ ٱلْمَوَٰلِىَ مِن وَرَآءِى وَكَانَتِ ٱمْرَأَتِى عَاقِرًا فَهَبْ لِى مِن لَّدُنكَ وَلِيًّا
૫. મને મારા મૃત્યુ પછી પોતાના સગાસંબંધીઓની બુરાઈથી ડરું છું, મારી પત્ની પણ વાંઝ છે, બસ તું મને તારી પાસેથી એક વારસદાર આપ.
★
19 : 6
يَرِثُنِى وَيَرِثُ مِنْ ءَالِ يَعْقُوبَ ۖ وَٱجْعَلْهُ رَبِّ رَضِيًّا
૬. જે મારો અને યાકૂબના કુંટુંબનો પણ વારસદાર બને અને હે મારા પાલનહાર! તું તેને પ્રિય બનાવી લે.
★
19 : 7
يَـٰزَكَرِيَّآ إِنَّا نُبَشِّرُكَ بِغُلَـٰمٍ ٱسْمُهُۥ يَحْيَىٰ لَمْ نَجْعَل لَّهُۥ مِن قَبْلُ سَمِيًّا
૭. (અલ્લાહ તઅલાએ જવાબ આપતા કહ્યું) હે ઝકરિયા! અમે તમને એક બાળકની ખુશખબર આપીએ છીએ, જેનું નામ યહ્યા હશે, અમે આ પહેલા આ નામનો બીજો વ્યક્તિ પેદા નથી કર્યો.
★
19 : 8
قَالَ رَبِّ أَنَّىٰ يَكُونُ لِى غُلَـٰمٌ وَكَانَتِ ٱمْرَأَتِى عَاقِرًا وَقَدْ بَلَغْتُ مِنَ ٱلْكِبَرِ عِتِيًّا
૮. ઝકરિયા કહેવા લાગ્યા, હે મારા પાલનહાર! મારે ત્યાં બાળક કેવી રીતે થશે, જ્યારે કે મારી પત્ની વાંઝ અને હું પોતે વૃદ્વાવસ્થાએ પહોંચી ગયો છું.
★
19 : 9
قَالَ كَذَٰلِكَ قَالَ رَبُّكَ هُوَ عَلَىَّ هَيِّنٌ وَقَدْ خَلَقْتُكَ مِن قَبْلُ وَلَمْ تَكُ شَيْـًٔا
૯. (અલ્લાહ તઆલાએ) કહ્યું કે હા આવું જરૂર થશે, તારા પાલનહારે કહી દીધું છે કે મારા માટે તો આ ખૂબ જ સરળ છે અને આ પહેલા હું તમને પેદા કરી ચુક્યો છું, જ્યારે તમે કંઇ ન હતાં.
★
19 : 10
قَالَ رَبِّ ٱجْعَل لِّىٓ ءَايَةً ۚ قَالَ ءَايَتُكَ أَلَّا تُكَلِّمَ ٱلنَّاسَ ثَلَـٰثَ لَيَالٍ سَوِيًّا
૧૦. ઝકરિયાએ કહ્યું, મારા પાલનહાર મારા માટે કોઈ નિશાની નક્કી કરી દે, કહેવામાં આવ્યું કે તારા માટે નિશાની એ છે કે, સ્વસ્થ હોવા છતાં તમે ત્રણ રાતો સુધી કોઈ વ્યક્તિ સાથે વાત નહીં કરી શકો.
★
19 : 11
فَخَرَجَ عَلَىٰ قَوْمِهِۦ مِنَ ٱلْمِحْرَابِ فَأَوْحَىٰٓ إِلَيْهِمْ أَن سَبِّحُوا۟ بُكْرَةً وَعَشِيًّا
૧૧. જ્યારે (તે સમય આવી ગયો) તો ઝકરિયા પોતાની ઓરડી માંથી નીકળી, પોતાની કોમ પાસે આવ્યા, તેમને ઇશારો કરી, કહેવા લાગ્યા કે તમે સવાર-સાંજ અલ્લાહ તઆલાના નામનું ઝિકર કરો.
★
19 : 12
يَـٰيَحْيَىٰ خُذِ ٱلْكِتَـٰبَ بِقُوَّةٍ ۖ وَءَاتَيْنَـٰهُ ٱلْحُكْمَ صَبِيًّا
૧૨. (અલ્લાહ તઆલાએ યહ્યાને બાળપણમાં જ આદેશ આપ્યો હતો) કે હે યહ્યા! મારી કિતાબ (તોરાત)ને મજબૂતાઇથી પકડી લો અને અમે તેમને બાળપણથી જ નિર્ણાયક શક્તિ આપી હતી.
★
19 : 13
وَحَنَانًا مِّن لَّدُنَّا وَزَكَوٰةً ۖ وَكَانَ تَقِيًّا
૧૩. અમે તેમને પોતાની મહેરબાનીથી વિનમ્ર અને પાક વ્યક્તિત્વ બનાવ્યું, અને તે ડરવાવાળા હતા.
★
19 : 14
وَبَرًّۢا بِوَٰلِدَيْهِ وَلَمْ يَكُن جَبَّارًا عَصِيًّا
૧૪. તે હંમેશા પોતાના માતાપિતા સાથે સદવર્તન કરતા હતા, અને તે વિદ્રોહી અને પાપી ન હતા.
★
19 : 15
وَسَلَـٰمٌ عَلَيْهِ يَوْمَ وُلِدَ وَيَوْمَ يَمُوتُ وَيَوْمَ يُبْعَثُ حَيًّا
૧૫. તે દિવસ પર સલામતી થાય, જે દિવસે તેઓ પેદા થયા, અમે તે દિવસે પણ જે દિવસે તેઓ મૃત્યુ પામશે અને તે દિવસે પણ, જે દિવસે તે જીવિત કરી ઉઠાવવામાં આવશે.
★
19 : 16
وَٱذْكُرْ فِى ٱلْكِتَـٰبِ مَرْيَمَ إِذِ ٱنتَبَذَتْ مِنْ أَهْلِهَا مَكَانًا شَرْقِيًّا
૧૬. અને (હે પયગંબર)! આ કિતાબમાં મરયમના કિસ્સા નું પણ વર્ણન કરો, જ્યારે તે પોતાના ઘરવાળાઓથી અલગ થઇ, પશ્ચિમ તરફ આવી ગઈ.
★
19 : 17
فَٱتَّخَذَتْ مِن دُونِهِمْ حِجَابًا فَأَرْسَلْنَآ إِلَيْهَا رُوحَنَا فَتَمَثَّلَ لَهَا بَشَرًا سَوِيًّا
૧૭. અને તે લોકો તરફ પરદો કરી છુપાઈ ગઈ હતી, તે સમયે અમે તેની પાસે રૂહ (ફરિશ્તા) ને મોકલ્યા, બસ! તે તેમની સામે સંપૂર્ણ વ્યક્તિની શકલમાં તેની સામે પ્રગટ થયા.
★
19 : 18
قَالَتْ إِنِّىٓ أَعُوذُ بِٱلرَّحْمَـٰنِ مِنكَ إِن كُنتَ تَقِيًّا
૧૮. તે (મરયમ) કહેવા લાગી, જો તું થોડોક પણ અલ્લાહથી ડરવાવાળો હોય. તો હું તારાથી અલ્લાહની પનાહ માંગું છું
★
19 : 19
قَالَ إِنَّمَآ أَنَا۠ رَسُولُ رَبِّكِ لِأَهَبَ لَكِ غُلَـٰمًا زَكِيًّا
૧૯. તેણે જવાબ આપ્યો કે હું તો તારા પાલનહારે મોકલેલો સંદેશવાહક છું, તને એક પવિત્ર બાળક આપવા આવ્યો છું.
★
19 : 20
قَالَتْ أَنَّىٰ يَكُونُ لِى غُلَـٰمٌ وَلَمْ يَمْسَسْنِى بَشَرٌ وَلَمْ أَكُ بَغِيًّا
૨૦. તેકહેવા લાગી, મારે ત્યાં બાળક કેવી રીતે થઇ શકે છે? મને કોઈ વ્યક્તિએ સ્પર્શ પણ નથી કર્યું અને ન તો હું દુરાચારી સ્ત્રી છું.
★
19 : 21
قَالَ كَذَٰلِكِ قَالَ رَبُّكِ هُوَ عَلَىَّ هَيِّنٌ ۖ وَلِنَجْعَلَهُۥٓ ءَايَةً لِّلنَّاسِ وَرَحْمَةً مِّنَّا ۚ وَكَانَ أَمْرًا مَّقْضِيًّا
૨૧. તેમણે કહ્યું, હાવાત તો આવી જ છે, પરંતુ તારા પાલનહારનું કહેવું છે કે આવું કરવું મારા માટે ખૂબ જ સરળ છે, (અને એટલા માટે પણ આવું થશે કે) અમે તો આને લોકો માટે એક નિશાની બનાવીશું. અને અમારી ખાસ કૃપા હશે, આ તો એક નક્કી થયેલી વાત છે.
★
19 : 22
۞ فَحَمَلَتْهُ فَٱنتَبَذَتْ بِهِۦ مَكَانًا قَصِيًّا
૨૨. બસ! તે ગર્ભવતી થઇ ગઇ અને આના જ કારણે તે દૂરના સ્થળે જતી રહી.
★
19 : 23
فَأَجَآءَهَا ٱلْمَخَاضُ إِلَىٰ جِذْعِ ٱلنَّخْلَةِ قَالَتْ يَـٰلَيْتَنِى مِتُّ قَبْلَ هَـٰذَا وَكُنتُ نَسْيًا مَّنسِيًّا
૨૩. પછી જન્મ પીડા તેને એક ખજૂરના વૃક્ષ નીચે લઇ આવી, કહેવા લાગી, કાશ! હું આ પહેલા જ મૃત્યુ પામી હોત અને મારું નામ અને નિશાન પણ બાકી ના રહેતું.
★
19 : 24
فَنَادَىٰهَا مِن تَحْتِهَآ أَلَّا تَحْزَنِى قَدْ جَعَلَ رَبُّكِ تَحْتَكِ سَرِيًّا
૨૪. તે સમયે વૃક્ષની નીચેથી (ફરીશ્તાએ) તેમને પોકારી કહ્યું કે નિરાશ ન થઈશ, તારા પાલનહારે તારા પગ નીચે એક ઝરણું વહાવ્યું છે.
★
19 : 25
وَهُزِّىٓ إِلَيْكِ بِجِذْعِ ٱلنَّخْلَةِ تُسَـٰقِطْ عَلَيْكِ رُطَبًا جَنِيًّا
૨૫. અને તે ખજૂરની ડાળીને પોતાની તરફ જોરથી હલાવ, ડાળી તારા માટે તાજી ખજૂર પાડશે.
★
19 : 26
فَكُلِى وَٱشْرَبِى وَقَرِّى عَيْنًا ۖ فَإِمَّا تَرَيِنَّ مِنَ ٱلْبَشَرِ أَحَدًا فَقُولِىٓ إِنِّى نَذَرْتُ لِلرَّحْمَـٰنِ صَوْمًا فَلَنْ أُكَلِّمَ ٱلْيَوْمَ إِنسِيًّا
૨૬. હવે શાંતિ થી ખા અને પી અને આંખો ઠંડી રાખ, અને જો તને કોઈ વ્યક્તિ મળે, તો કહી દે જે કે મેં અલ્લાહ માટે રોઝો રાખવાની નઝર માની છે, હું આજે કોઈ વ્યક્તિ સાથે વાત નહીં કરું.
★
19 : 27
فَأَتَتْ بِهِۦ قَوْمَهَا تَحْمِلُهُۥ ۖ قَالُوا۟ يَـٰمَرْيَمُ لَقَدْ جِئْتِ شَيْـًٔا فَرِيًّا
૨૭. હવે તે તે બાળકને ઉઠાવી કોમ પાસે આવી, તો સૌ કહેવા લાગ્યા, મરયમ તેં ઘણું અધમ કૃત્ય કર્યું.
★
19 : 28
يَـٰٓأُخْتَ هَـٰرُونَ مَا كَانَ أَبُوكِ ٱمْرَأَ سَوْءٍ وَمَا كَانَتْ أُمُّكِ بَغِيًّا
૨૮. હે હારૂનની બહેન! ન તો તારા પિતા ખરાબ વ્યક્તિ હતાં અને ન તો તારી માતા દુરાચારી હતી.
★
19 : 29
فَأَشَارَتْ إِلَيْهِ ۖ قَالُوا۟ كَيْفَ نُكَلِّمُ مَن كَانَ فِى ٱلْمَهْدِ صَبِيًّا
૨૯. મરયમે પોતાના બાળક તરફ ઇશારો કર્યો, તો સૌ કહેવા લાગ્યા કે જુઓ, અમે આ નવજાત બાળક સાથે વાત કેવી રીતે કરીએ?
★
19 : 30
قَالَ إِنِّى عَبْدُ ٱللَّهِ ءَاتَىٰنِىَ ٱلْكِتَـٰبَ وَجَعَلَنِى نَبِيًّا
૩૦. બાળક કહેવા લાગ્યું, કે હું અલ્લાહનો બંદો છું તેણે મને કિતાબ આપી અને મને પોતાનો પયગંબર બનાવ્યો છે.
★
19 : 31
وَجَعَلَنِى مُبَارَكًا أَيْنَ مَا كُنتُ وَأَوْصَـٰنِى بِٱلصَّلَوٰةِ وَٱلزَّكَوٰةِ مَا دُمْتُ حَيًّا
૩૧. હું જ્યાં પણ રહું, તેણે મને પવિત્ર કર્યો છે, અને હું જ્યાં સુધી જીવિત રહું, તેણે મને નમાઝ અને ઝકાતનો આદેશ આપ્યો છે.
★
19 : 32
وَبَرًّۢا بِوَٰلِدَتِى وَلَمْ يَجْعَلْنِى جَبَّارًا شَقِيًّا
૩૨. અને એ પણ કે હું પોતાની માતા સાથે સારો વ્યવહાર કરું, અને અલ્લાહએ મને વિદ્રોહી અને દુરાચારી નથી બનાવ્યો.
★
19 : 33
وَٱلسَّلَـٰمُ عَلَىَّ يَوْمَ وُلِدتُّ وَيَوْمَ أَمُوتُ وَيَوْمَ أُبْعَثُ حَيًّا
૩૩. અને મારા પર સલામતી થાય, જે દિવસે હું પેદા થયો અને તે દિવસે પણ જ્યારે હું મૃત્યુ પામીશ, અને તે દિવસે પણ, જ્યારે હું બીજી વાર જીવિત કરી ઉઠાવવામાં આવીશ.
★
19 : 34
ذَٰلِكَ عِيسَى ٱبْنُ مَرْيَمَ ۚ قَوْلَ ٱلْحَقِّ ٱلَّذِى فِيهِ يَمْتَرُونَ
૩૪. આ છે ઈસા બિન મરયમનો સત્ય કિસ્સો, આ જ સાચી વાત છે, જેના વિશે તેઓ ઝઘડો કરી રહ્યા છે.
★
19 : 35
مَا كَانَ لِلَّهِ أَن يَتَّخِذَ مِن وَلَدٍ ۖ سُبْحَـٰنَهُۥٓ ۚ إِذَا قَضَىٰٓ أَمْرًا فَإِنَّمَا يَقُولُ لَهُۥ كُن فَيَكُونُ
૩૫. અલ્લાહ તઆલાને સંતાન હોવું અશક્ય છે, તે તો અત્યંત પવિત્ર છે, તેને તો જ્યારે કોઈ કાર્ય કરવાની ઇચ્છા થાય છે, તો બસ એટલું કહી દે છે કે થઇ જા, તો તે જ સમયે તે થઇ જાય છે.
★
19 : 36
وَإِنَّ ٱللَّهَ رَبِّى وَرَبُّكُمْ فَٱعْبُدُوهُ ۚ هَـٰذَا صِرَٰطٌ مُّسْتَقِيمٌ
૩૬. અને (તમે તેને જણાવો) કે અલ્લાહ જ મારો અને તમારા સૌનો પાલનહાર છે, તમે સૌ તેની જ બંદગી કરો, આ જ સત્ય માર્ગ છે.
★
19 : 37
فَٱخْتَلَفَ ٱلْأَحْزَابُ مِنۢ بَيْنِهِمْ ۖ فَوَيْلٌ لِّلَّذِينَ كَفَرُوا۟ مِن مَّشْهَدِ يَوْمٍ عَظِيمٍ
૩૭. પછી ઘણા જૂથો અંદરોઅંદર વિવાદ કરવા લાગ્યા, બસ! કાફિરો માટે “વૈલ” છે, જેઓ એક મોટા દિવસની હાજરીનો ઇન્કાર કરી રહ્યા છે.
★
19 : 38
أَسْمِعْ بِهِمْ وَأَبْصِرْ يَوْمَ يَأْتُونَنَا ۖ لَـٰكِنِ ٱلظَّـٰلِمُونَ ٱلْيَوْمَ فِى ضَلَـٰلٍ مُّبِينٍ
૩૮. જે દિવસે તેઓ અમારી સમક્ષ હાજર થશે તે દિવસે તેઓ ખૂબ સારી રીતે સાભળી રહ્યા હશે અને જોઈ રહ્યા હશે, પરંતુ આ જાલિમ લોકો સ્પષ્ટ ગુમરાહીમાં પડ્યા છે.
★
19 : 39
وَأَنذِرْهُمْ يَوْمَ ٱلْحَسْرَةِ إِذْ قُضِىَ ٱلْأَمْرُ وَهُمْ فِى غَفْلَةٍ وَهُمْ لَا يُؤْمِنُونَ
૩૯. તમે તેમને હતાશા અને નિરાશાના દિવસના ભયથી ડરાવો, જ્યારે દરેક કાર્યનો નિર્ણય કરી દેવામાં આવશે અને આજે આ લોકો બેદરકાર બની ગયા છે અને ઈમાન નથી લાવતા.
★
19 : 40
إِنَّا نَحْنُ نَرِثُ ٱلْأَرْضَ وَمَنْ عَلَيْهَا وَإِلَيْنَا يُرْجَعُونَ
૪૦. અમે પોતે જ ધરતી અને ધરતીની દરેક વસ્તુના વારસદાર હોઇશું અને દરેક લોકો અમારી તરફ જ પાછા ફેરાવવામાં આવશે.
★
19 : 41
وَٱذْكُرْ فِى ٱلْكِتَـٰبِ إِبْرَٰهِيمَ ۚ إِنَّهُۥ كَانَ صِدِّيقًا نَّبِيًّا
૪૧. અને આ કિતાબમાં ઇબ્રાહીમના કિસ્સાનું વર્ણન કરો, નિ:શંક તેઓ અત્યંત સાચા પયગંબર હતાં.
★
19 : 42
إِذْ قَالَ لِأَبِيهِ يَـٰٓأَبَتِ لِمَ تَعْبُدُ مَا لَا يَسْمَعُ وَلَا يُبْصِرُ وَلَا يُغْنِى عَنكَ شَيْـًٔا
૪૨. જ્યારે તેઓએ પોતાના પિતાને કહ્યું કે, પિતાજી! તમે તે વસ્તુઓની બંદગી કેમ કરી રહ્યા છો જે ન તો સાંભળે છે અને ન તો જુએ છે? અને ન તો તમને કંઇ ફાયદો પહોંચાડી શકે છે?
★
19 : 43
يَـٰٓأَبَتِ إِنِّى قَدْ جَآءَنِى مِنَ ٱلْعِلْمِ مَا لَمْ يَأْتِكَ فَٱتَّبِعْنِىٓ أَهْدِكَ صِرَٰطًا سَوِيًّا
૪૩. મારા પિતાજી, તમે જુઓ મારી પાસે એવું જ્ઞાન આવ્યું છે જે તમારી પાસે પહોંચ્યું જ નથી, તો તમે મારું જ માનો, હું તદ્દન સત્ય માર્ગ તરફ તમને માર્ગદર્શન આપીશ.
★
19 : 44
يَـٰٓأَبَتِ لَا تَعْبُدِ ٱلشَّيْطَـٰنَ ۖ إِنَّ ٱلشَّيْطَـٰنَ كَانَ لِلرَّحْمَـٰنِ عَصِيًّا
૪૪. મારા પિતાજી! તમે શેતાનની બંદગી ના કરશો, તે અલ્લાહનો નાફરમાન છે.
★
19 : 45
يَـٰٓأَبَتِ إِنِّىٓ أَخَافُ أَن يَمَسَّكَ عَذَابٌ مِّنَ ٱلرَّحْمَـٰنِ فَتَكُونَ لِلشَّيْطَـٰنِ وَلِيًّا
૪૫. મારા પિતાજી! મને ભય છે કે ક્યાંક તમારા પર અલ્લાહનો કોઈ અઝાબ ન આવી પહોંચે, જેના કારણે તમે શેતાનના મિત્ર બની જશો.
★
19 : 46
قَالَ أَرَاغِبٌ أَنتَ عَنْ ءَالِهَتِى يَـٰٓإِبْرَٰهِيمُ ۖ لَئِن لَّمْ تَنتَهِ لَأَرْجُمَنَّكَ ۖ وَٱهْجُرْنِى مَلِيًّا
૪૬. પિતાએ જવાબ આપ્યો કે, હે ઇબ્રાહીમ! શું તું અમારા મઅબૂદોની અવગણના કરી રહ્યો છે? સાંભળ! જો તું (આ કામથી) છેટો ન રહ્યો તો હું તને પથ્થરો વડે મારી નાખીશ, (અને સારૂ એ રહેશે કે) તું જા એક લાંબા સમયગાળા સુધી મારાથી દૂર જતો રહે.
★
19 : 47
قَالَ سَلَـٰمٌ عَلَيْكَ ۖ سَأَسْتَغْفِرُ لَكَ رَبِّىٓ ۖ إِنَّهُۥ كَانَ بِى حَفِيًّا
૪૭. ઇબ્રાહીમે જવાબ આપ્યો કે પિતાજી! સારું તમારા પર સલામતી થાય, હું તો મારા પાલનહાર સામે તમારી માફીની દુઆ કરતો રહીશ તે મારા પર ઘણો જ કૃપાળુ છે.
★
19 : 48
وَأَعْتَزِلُكُمْ وَمَا تَدْعُونَ مِن دُونِ ٱللَّهِ وَأَدْعُوا۟ رَبِّى عَسَىٰٓ أَلَّآ أَكُونَ بِدُعَآءِ رَبِّى شَقِيًّا
૪૮. હું તો તમને પણ અને જેમની પણ તમે અલ્લાહને છોડીને બંદગી કરો છો તેમને પણ, સૌને છોડી રહ્યો છું, અને હું તો ફક્ત મારા પાલનહારને જ પોકારતો રહીશ, મને આશા છે કે હું મારા પાલનહાર સામે દુઆ માંગી, વંચિત નહીં રહું.
★
19 : 49
فَلَمَّا ٱعْتَزَلَهُمْ وَمَا يَعْبُدُونَ مِن دُونِ ٱللَّهِ وَهَبْنَا لَهُۥٓ إِسْحَـٰقَ وَيَعْقُوبَ ۖ وَكُلًّا جَعَلْنَا نَبِيًّا
૪૯. જ્યારે ઇબ્રાહીમ તે સૌને અને અલ્લાહ સિવાયના તેમના દરેક મઅબૂદોને છોડી જતા રહ્યા, તો અમે તેમને ઇસ્હાક આપ્યા અને (ત્યારબાદ) યાકૂબ પણ આપ્યા. અને બન્નેને પયગંબર બનાવ્યા હતા.
★
19 : 50
وَوَهَبْنَا لَهُم مِّن رَّحْمَتِنَا وَجَعَلْنَا لَهُمْ لِسَانَ صِدْقٍ عَلِيًّا
૫૦. અને અમે તે સૌને પોતાની ખાસ કૃપા આપી હતી અને અમે તેમને સારા નામ વડે પ્રભુત્વ આપ્યું.
★
19 : 51
وَٱذْكُرْ فِى ٱلْكِتَـٰبِ مُوسَىٰٓ ۚ إِنَّهُۥ كَانَ مُخْلَصًا وَكَانَ رَسُولًا نَّبِيًّا
૫૧. એવી જ રીતે આ કુરઆનમાં મૂસાના કિસ્સાનું પણ વર્ણન કરો, જે મુખલિસ,પયગંબર અને નબી હતાં.
★
19 : 52
وَنَـٰدَيْنَـٰهُ مِن جَانِبِ ٱلطُّورِ ٱلْأَيْمَنِ وَقَرَّبْنَـٰهُ نَجِيًّا
૫૨. અમે તેમને તૂર (પર્વતનું નામ) ની જમણી બાજુથી પોકાર્યા અને ભેદની વાતો જણાવવા તેમને નજીક લાવી દીધા.
★
19 : 53
وَوَهَبْنَا لَهُۥ مِن رَّحْمَتِنَآ أَخَاهُ هَـٰرُونَ نَبِيًّا
૫૩. અને પોતાની ખાસ કૃપા વડે તેમના ભાઇને નબી બનાવ્યા.
★
19 : 54
وَٱذْكُرْ فِى ٱلْكِتَـٰبِ إِسْمَـٰعِيلَ ۚ إِنَّهُۥ كَانَ صَادِقَ ٱلْوَعْدِ وَكَانَ رَسُولًا نَّبِيًّا
૫૪. આ કુરઆનમાં ઇસ્માઇલના કિસ્સાનું પણ વર્ણન કરો, તે વચનના ખૂબ જ સાચા અને પયગંબર તથા નબી હતાં.
★
19 : 55
وَكَانَ يَأْمُرُ أَهْلَهُۥ بِٱلصَّلَوٰةِ وَٱلزَّكَوٰةِ وَكَانَ عِندَ رَبِّهِۦ مَرْضِيًّا
૫૫. તે પોતાના ઘરવાળાઓને સતત નમાઝ અને ઝકાતનો આદેશ આપતા હતાં અને પોતાના પાલનહાર પાસે એક પ્રિય ઇન્સાન હતાં.
★
19 : 56
وَٱذْكُرْ فِى ٱلْكِتَـٰبِ إِدْرِيسَ ۚ إِنَّهُۥ كَانَ صِدِّيقًا نَّبِيًّا
૫૬. અને આ કિતાબમાં ઇદરિસના કિસ્સાનું પણ વર્ણન કરો, તે પણ સદાચારી પયગંબર હતાં.
★
19 : 57
وَرَفَعْنَـٰهُ مَكَانًا عَلِيًّا
૫૭. અમે તેમને ઊંચા દરજ્જાવાળા બનાવી દીધા હતા.
★
19 : 58
أُو۟لَـٰٓئِكَ ٱلَّذِينَ أَنْعَمَ ٱللَّهُ عَلَيْهِم مِّنَ ٱلنَّبِيِّـۧنَ مِن ذُرِّيَّةِ ءَادَمَ وَمِمَّنْ حَمَلْنَا مَعَ نُوحٍ وَمِن ذُرِّيَّةِ إِبْرَٰهِيمَ وَإِسْرَٰٓءِيلَ وَمِمَّنْ هَدَيْنَا وَٱجْتَبَيْنَآ ۚ إِذَا تُتْلَىٰ عَلَيْهِمْ ءَايَـٰتُ ٱلرَّحْمَـٰنِ خَرُّوا۟ سُجَّدًا وَبُكِيًّا ۩
૫૮. આ તે પયગંબરો છે, જેમના પર અલ્લાહ તઆલાએ કૃપા કરી અને જેઓ આદમના સંતાન માંથી હતા અને તે લોકોના ખાનદાન માંથી છે, જેમને અમે નૂહની સાથે હોડીમાં સવાર કરી દીધા હતાં. અને ઇબ્રાહીમ અને ઇસ્રાઈલની સંતાન માંથી હતા અને તે લોકો માંથી હતા, જેમને અમે હિદાયત આપી હતી, અને અમારી નિકટતા આપી હતી, જ્યારે તેમની સામે અલ્લાહની આયતો પઢવામાં આવે છે, તો આ લોકો રડતા રડતા સિજદામાં પડી જાય છે.
★
19 : 59
۞ فَخَلَفَ مِنۢ بَعْدِهِمْ خَلْفٌ أَضَاعُوا۟ ٱلصَّلَوٰةَ وَٱتَّبَعُوا۟ ٱلشَّهَوَٰتِ ۖ فَسَوْفَ يَلْقَوْنَ غَيًّا
૫૯. તેમના પછી એવા વિદ્રોહી લોકો નાયબ બન્યા કે તે લોકોએ નમાઝ છોડી દીધી અને પોતાની મનેચ્છાઓ પાછળ પડી ગયા, તેઓ નજીકમાં જ ગુમરાહીના અંજામમાં પડી જશે.
★
19 : 60
إِلَّا مَن تَابَ وَءَامَنَ وَعَمِلَ صَـٰلِحًا فَأُو۟لَـٰٓئِكَ يَدْخُلُونَ ٱلْجَنَّةَ وَلَا يُظْلَمُونَ شَيْـًٔا
૬૦. હા તેમના માંથી જે લોકોએ તૌબા કરી લીધી, ઈમાન લાવ્યા અને સત્કાર્યો કર્યા, તો આવા લોકો જન્નતમાં પ્રવેશશે અને તેમનો થોડોક પણ અધિકાર ઝૂંટવી લેવામાં નહીં આવે.
★
19 : 61
جَنَّـٰتِ عَدْنٍ ٱلَّتِى وَعَدَ ٱلرَّحْمَـٰنُ عِبَادَهُۥ بِٱلْغَيْبِ ۚ إِنَّهُۥ كَانَ وَعْدُهُۥ مَأْتِيًّا
૬૧. હંમેશાવાળી જન્નતોમાં, જેનું વચન અલ્લાહ તઆલાએ પોતાના બંદાઓને આપી રાખ્યું છે, અને તેને કોઈએ જોઈ નથી, નિ:શંક તેનું વચન પૂરું થઇને જ રહેશે.
★
19 : 62
لَّا يَسْمَعُونَ فِيهَا لَغْوًا إِلَّا سَلَـٰمًا ۖ وَلَهُمْ رِزْقُهُمْ فِيهَا بُكْرَةً وَعَشِيًّا
૬૨. તે જન્નતમાં તેઓ શાંતિ અને સલામતીની વાત સિવાય બીજી કોઈ નિરર્થક વાત નહીં સાભળે, તેમના ત્યાં સવાર-સાંજ તેમની રોજી મળતી રહેશે.
★
19 : 63
تِلْكَ ٱلْجَنَّةُ ٱلَّتِى نُورِثُ مِنْ عِبَادِنَا مَن كَانَ تَقِيًّا
૬૩. આ છે તે જન્નત, જેના વારસદાર અમે અમારા બંદાઓ માંથી તેમને બનાવીએ છીએ, જેઓ પરહેજગાર છે.
★
19 : 64
وَمَا نَتَنَزَّلُ إِلَّا بِأَمْرِ رَبِّكَ ۖ لَهُۥ مَا بَيْنَ أَيْدِينَا وَمَا خَلْفَنَا وَمَا بَيْنَ ذَٰلِكَ ۚ وَمَا كَانَ رَبُّكَ نَسِيًّا
૬૪. અને (હે નબી!) (ફરિશ્તાઓ) તમારા પાલનહારના આદેશ વગર ઉતરી નથી શકતા, અમારી આગળ-પાછળ અને તેમની વચ્ચેની સંપૂર્ણ વસ્તુઓ તેની જ માલિકી હેઠળની છે. તમારો પાલનહાર ભૂલી જનાર નથી.
★
19 : 65
رَّبُّ ٱلسَّمَـٰوَٰتِ وَٱلْأَرْضِ وَمَا بَيْنَهُمَا فَٱعْبُدْهُ وَٱصْطَبِرْ لِعِبَـٰدَتِهِۦ ۚ هَلْ تَعْلَمُ لَهُۥ سَمِيًّا
૬૫. આકાશો, ધરતી અને જે કંઇ પણ તે બન્ને વચ્ચે છે, સૌનો માલિક તે જ છે, તમે તેની જ બંદગી કરો અને તેની બંદગી પર અડગ રહો, શું તમારા જ્ઞાનમાં તેના જેવું બીજું નામ તથા તેના જેવો બીજો કોઈ છે?
★
19 : 66
وَيَقُولُ ٱلْإِنسَـٰنُ أَءِذَا مَا مِتُّ لَسَوْفَ أُخْرَجُ حَيًّا
૬૬. માનવી કહે છે કે, જ્યારે હું મૃત્યુ પામીશ તો શું ફરી જીવિત કરી ઉઠાવવામાં આવીશ?
★
19 : 67
أَوَلَا يَذْكُرُ ٱلْإِنسَـٰنُ أَنَّا خَلَقْنَـٰهُ مِن قَبْلُ وَلَمْ يَكُ شَيْـًٔا
૬૭. શું આ માનવી એટલું પણ યાદ નથી રાખતો કે અમે તેનું સર્જન આ પહેલા કર્યું, જ્યારે તે કંઇ પણ ન હતો.
★
19 : 68
فَوَرَبِّكَ لَنَحْشُرَنَّهُمْ وَٱلشَّيَـٰطِينَ ثُمَّ لَنُحْضِرَنَّهُمْ حَوْلَ جَهَنَّمَ جِثِيًّا
૬૮. તમારા પાલનહારની કસમ! અમે તેમની સાથે શેતાનોને પણ ભેગા કરીશું અને પછી તે સૌને ઘૂંટણે જહન્નમની આસ-પાસ હાજર કરીશું.
★
19 : 69
ثُمَّ لَنَنزِعَنَّ مِن كُلِّ شِيعَةٍ أَيُّهُمْ أَشَدُّ عَلَى ٱلرَّحْمَـٰنِ عِتِيًّا
૬૯. અમે દરેક જૂથ માંથી તેમને છેટા ઊભા કરી દઇશું, જેઓ અલ્લાહનાં વિરુદ્ધ વધારે વિદ્રોહી હતા.
★
19 : 70
ثُمَّ لَنَحْنُ أَعْلَمُ بِٱلَّذِينَ هُمْ أَوْلَىٰ بِهَا صِلِيًّا
૭૦. પછી અમે તેમને પણ સારી રીતે જાણીએ છીએ, જેઓ જહન્નમમાં પ્રવેશ માટે વધારે હક ધરાવે છે.
★
19 : 71
وَإِن مِّنكُمْ إِلَّا وَارِدُهَا ۚ كَانَ عَلَىٰ رَبِّكَ حَتْمًا مَّقْضِيًّا
૭૧. તમારા માંથી દરેક ત્યાંથી જરૂર પસાર થશે, આ તમારા પાલનહારનો અત્યંત સચોટ નિર્ણય છે.
★
19 : 72
ثُمَّ نُنَجِّى ٱلَّذِينَ ٱتَّقَوا۟ وَّنَذَرُ ٱلظَّـٰلِمِينَ فِيهَا جِثِيًّا
૭૨. પછી અમે પરહેજગારોને બચાવી લઇશું અને જાલિમ લોકોને તેમાં જ ઘૂંટણે પડેલા છોડી દઇશું.
★
19 : 73
وَإِذَا تُتْلَىٰ عَلَيْهِمْ ءَايَـٰتُنَا بَيِّنَـٰتٍ قَالَ ٱلَّذِينَ كَفَرُوا۟ لِلَّذِينَ ءَامَنُوٓا۟ أَىُّ ٱلْفَرِيقَيْنِ خَيْرٌ مَّقَامًا وَأَحْسَنُ نَدِيًّا
૭૩. અને જ્યારે તેમની સમક્ષ અમારી સ્પષ્ટ આયતોનું વર્ણન કરવામાં આવે છે તો કાફિર લોકો મુસલમાનોને કહે છે કે જણાવો, અમારા અને તમારા જૂથ માંથી કોણ પ્રતિષ્ઠિત છે અને કોની સભા ઉત્કૃષ્ટ છે?
★
19 : 74
وَكَمْ أَهْلَكْنَا قَبْلَهُم مِّن قَرْنٍ هُمْ أَحْسَنُ أَثَـٰثًا وَرِءْيًا
૭૪. અમે તો આ પહેલા ઘણા જૂથોને નષ્ટ કરી ચૂક્યા છે, જે સામાન તથા ખ્યાતિમાં તેમના કરતા વધારે પ્રખ્યાત હતાં.
★
19 : 75
قُلْ مَن كَانَ فِى ٱلضَّلَـٰلَةِ فَلْيَمْدُدْ لَهُ ٱلرَّحْمَـٰنُ مَدًّا ۚ حَتَّىٰٓ إِذَا رَأَوْا۟ مَا يُوعَدُونَ إِمَّا ٱلْعَذَابَ وَإِمَّا ٱلسَّاعَةَ فَسَيَعْلَمُونَ مَنْ هُوَ شَرٌّ مَّكَانًا وَأَضْعَفُ جُندًا
૭૫. તમે તેમને કહી દો, જે વ્યક્તિ ગુમરાહીમાં પડેલો હોય તો અલ્લાહ તેને એક સમય સુધીની મહેતલ આપે છે, જેથી આ લોકો તે વસ્તુ જોઈ લે, જેનું વચન આ લોકોને આપવામાં આવ્યું છે, અર્થાત તે અલ્લાહનો અઝાબ પણ હોઈ શકે છે અથવા કયામતનો દિવસ પણ, તે સમયે તે લોકો જાણી લેશે કે કોનાં જૂથની સ્થિતિ ખરાબ છે અને કોનું જૂથ અશક્ત છે?
★
19 : 76
وَيَزِيدُ ٱللَّهُ ٱلَّذِينَ ٱهْتَدَوْا۟ هُدًى ۗ وَٱلْبَـٰقِيَـٰتُ ٱلصَّـٰلِحَـٰتُ خَيْرٌ عِندَ رَبِّكَ ثَوَابًا وَخَيْرٌ مَّرَدًّا
૭૬. અને જે લોકો સીધા માર્ગ પર ચાલે છે, અલ્લાહ તેમને વધારે હિદાયત આપે છે, અને બાકી રહેવાવાળા સત્કર્મો તમારા પાલનહારની નજીક વળતર રૂપે અને પરિણામ સ્વરૂપે ખૂબ જ ઉત્તમ છે.
★
19 : 77
أَفَرَءَيْتَ ٱلَّذِى كَفَرَ بِـَٔايَـٰتِنَا وَقَالَ لَأُوتَيَنَّ مَالًا وَوَلَدًا
૭૭. શું તમે તેની દશા પણ જોઈ, જેણે અમારી આયતોનો ઇન્કાર કર્યો અને કહ્યું કે મને તો ધન તથા સંતાન જરૂરથી આપવામાં આવશે?
★
19 : 78
أَطَّلَعَ ٱلْغَيْبَ أَمِ ٱتَّخَذَ عِندَ ٱلرَّحْمَـٰنِ عَهْدًا
૭૮. શું તે લોકોને ગેબનું જ્ઞાન જાણે છે? અથવા અલ્લાહ પાસેથી કોઈ વચન લઇ લીધું છે?
★
19 : 79
كَلَّا ۚ سَنَكْتُبُ مَا يَقُولُ وَنَمُدُّ لَهُۥ مِنَ ٱلْعَذَابِ مَدًّا
૭૯. આવું ક્યારેય નહીં થાય, આ જે કંઇ પણ કહી રહ્યો છે અમે તેને જરૂર લખી રહ્યા છે, અને તેના માટે અઝાબમાં વધારો કરી દઈશું.
★
19 : 80
وَنَرِثُهُۥ مَا يَقُولُ وَيَأْتِينَا فَرْدًا
૮૦. અને જે વાતો આ કરી રહ્યો છે, (માલ અને સંતાન) તેના વારસદાર તો અમે જ બનીશું, અને તે એકલો જ અમારી સમક્ષ હાજર થશે.
★
19 : 81
وَٱتَّخَذُوا۟ مِن دُونِ ٱللَّهِ ءَالِهَةً لِّيَكُونُوا۟ لَهُمْ عِزًّا
૮૧. તેમણે અલ્લાહ સિવાય બીજાને મઅબૂદ બનાવી રાખ્યા છે કે તેઓ તેમના મદદગાર બને.
★
19 : 82
كَلَّا ۚ سَيَكْفُرُونَ بِعِبَادَتِهِمْ وَيَكُونُونَ عَلَيْهِمْ ضِدًّا
૮૨. પરંતુ આવું ક્યારેય નહીં થાય, તે તો પોતાની ઈબાદતનો જ ઇન્કાર કરી દેશે, પરંતુ તેઓ તો તેમના વિરોધી બની જશે.
★
19 : 83
أَلَمْ تَرَ أَنَّآ أَرْسَلْنَا ٱلشَّيَـٰطِينَ عَلَى ٱلْكَـٰفِرِينَ تَؤُزُّهُمْ أَزًّا
૮૩. શું તમે જોતા નથી કે અમે કાફિરો પાસે શેતાનોને મોકલી રાખ્યા છે, જેઓ તેમને (સત્ય વિરુદ્ધ) ખૂબ ઉશ્કેરે છે.
★
19 : 84
فَلَا تَعْجَلْ عَلَيْهِمْ ۖ إِنَّمَا نَعُدُّ لَهُمْ عَدًّا
૮૪. તમે તેમના પર (અઝાબ માટે) ઉતાવળ ન કરશો, અમે તો પોતે જ તેમના ગણતરીના(દિવસો) ગણી રહ્યા છે.
★
19 : 85
يَوْمَ نَحْشُرُ ٱلْمُتَّقِينَ إِلَى ٱلرَّحْمَـٰنِ وَفْدًا
૮૫. જે દિવસે અમે પરહેજગારોને એકઠા કરીશું, જેથી તેઓ રહમાન (અલ્લાહના) મહેમાન બને.
★
19 : 86
وَنَسُوقُ ٱلْمُجْرِمِينَ إِلَىٰ جَهَنَّمَ وِرْدًا
૮૬. અને પાપીઓને તરસ્યા (જાનવરોની જેમ) જહન્નમ તરફ હાંકી લઇ જઈશું.
★
19 : 87
لَّا يَمْلِكُونَ ٱلشَّفَـٰعَةَ إِلَّا مَنِ ٱتَّخَذَ عِندَ ٱلرَّحْمَـٰنِ عَهْدًا
૮૭. તે દિવસે કોઈ કોઈની ભલામણ નહીં કરી શકે, સિવાય તે લોકોના, જેમણે અલ્લાહ તઆલા પાસેથી કોઈ પરવાનગી લઈ લીધી હોય.
★
19 : 88
وَقَالُوا۟ ٱتَّخَذَ ٱلرَّحْمَـٰنُ وَلَدًا
૮૮. કેટલાક લોકો કહે છે કે અલ્લાહની સંતાન છે.
★
19 : 89
لَّقَدْ جِئْتُمْ شَيْـًٔا إِدًّا
૮૯. નિ:શંક તમે ખૂબ જ ખરાબ અને અત્યંત ભારે વાત કરી રહ્યા છો.
★
19 : 90
تَكَادُ ٱلسَّمَـٰوَٰتُ يَتَفَطَّرْنَ مِنْهُ وَتَنشَقُّ ٱلْأَرْضُ وَتَخِرُّ ٱلْجِبَالُ هَدًّا
૯૦. નજીક છે કે આ વાતના કારણે આકાશો ફાટી જાય અને ધરતી પણ ફાટી જાય અને પર્વત ચૂરેચૂરા થઇ જાય.
★
19 : 91
أَن دَعَوْا۟ لِلرَّحْمَـٰنِ وَلَدًا
૯૧. કે તેઓ રહમાન (અલ્લાહ) માટે સંતાનને સાબિત કરે છે.
★
19 : 92
وَمَا يَنۢبَغِى لِلرَّحْمَـٰنِ أَن يَتَّخِذَ وَلَدًا
૯૨. જો કે રહમાનની શાન નથી કે તે કોઈને સંતાન બનાવ.
★
19 : 93
إِن كُلُّ مَن فِى ٱلسَّمَـٰوَٰتِ وَٱلْأَرْضِ إِلَّآ ءَاتِى ٱلرَّحْمَـٰنِ عَبْدًا
૯૩. આકાશો અને ધરતીમાં જે કંઇ પણ છે, તે દરેક અલ્લાહની સમક્ષ ગુલામ બનીને આવશે.
★
19 : 94
لَّقَدْ أَحْصَىٰهُمْ وَعَدَّهُمْ عَدًّا
૯૪. અલાલાહએ તે દરેક વાતોને ઘેરાવમાં લઇ લીધી છે અને સૌની ગણતરી પણ કરી રાખી છે.
★
19 : 95
وَكُلُّهُمْ ءَاتِيهِ يَوْمَ ٱلْقِيَـٰمَةِ فَرْدًا
૯૫. આ બધા જ કયામતના દિવસે એકલા તેની પાસે હાજર થશે.
★
19 : 96
إِنَّ ٱلَّذِينَ ءَامَنُوا۟ وَعَمِلُوا۟ ٱلصَّـٰلِحَـٰتِ سَيَجْعَلُ لَهُمُ ٱلرَّحْمَـٰنُ وُدًّا
૯૬. નિ:શંક જે લોકો ઈમાન લાવ્યા છે અને જે લોકોએ સત્કર્મો કર્યા છે, નજીકમાં જ અલ્લાહ તઆલા તેમના માટે (લોકોના દિલોમાં) મુહબ્બત ભરી દેશે.
★
19 : 97
فَإِنَّمَا يَسَّرْنَـٰهُ بِلِسَانِكَ لِتُبَشِّرَ بِهِ ٱلْمُتَّقِينَ وَتُنذِرَ بِهِۦ قَوْمًا لُّدًّا
૯૭. (હે નબી!) અમે આ કુરઆનને તમારી ભાષામાં ખૂબ જ સરળ કરી દીધું છે કે તમે તેના દ્વારા પરહેજગારોને ખુશખબર આપી દો અને ઝઘડો કરનારને સચેત કરી દો.
★
19 : 98
وَكَمْ أَهْلَكْنَا قَبْلَهُم مِّن قَرْنٍ هَلْ تُحِسُّ مِنْهُم مِّنْ أَحَدٍ أَوْ تَسْمَعُ لَهُمْ رِكْزًۢا
૯૮. અમે આ લોકો પહેલા ઘણા જૂથોને નષ્ટ કરી દીધા છે, શું તેમના માંથી એકની પણ આહટ તમે અનુભવો છો? અથવા તેમના અવાજના ભણકારા પણ તમારા કાનમાં પડે છે?
★