109 : 1
قُلْ يَـٰٓأَيُّهَا ٱلْكَـٰفِرُونَ
૧. તમે કહી દો કે હે કાફિરો!
★
109 : 2
لَآ أَعْبُدُ مَا تَعْبُدُونَ
૨. જેની તમે ઈબાદત કરો છો હું તેમની ઈબાદત નથી કરી શકતો.
★
109 : 3
وَلَآ أَنتُمْ عَـٰبِدُونَ مَآ أَعْبُدُ
૩. અને ન તો તમે તેની ઈબાદત કરવાવાળા છો, જેની હું ઈબાદત કરી રહ્યો છું.
★
109 : 4
وَلَآ أَنَا۠ عَابِدٌ مَّا عَبَدتُّمْ
૪. અને ન હું તેમની ઈબાદત કરવાવાળો છું, જેમની તમે અને તમારા (પૂર્વજો) ઈબાદત કરે છે.
★
109 : 5
وَلَآ أَنتُمْ عَـٰبِدُونَ مَآ أَعْبُدُ
૫. અને ન તો તમે ઈબાદત કરવાવાળા છો, જેની ઈબાદત હું કરી રહ્યો છું.
★
109 : 6
لَكُمْ دِينُكُمْ وَلِىَ دِينِ
૬. તમારા માટે તમારો દીન છે અને મારા માટે મારો દીન છે.
★