100 : 1
وَٱلْعَـٰدِيَـٰتِ ضَبْحًا
૧. કસમ છે, તે ઘોડાઓની જે દોડતી વખતે હાંફતા હોય.
100 : 2
فَٱلْمُورِيَـٰتِ قَدْحًا
૨. પછી તેમની જેઓ ટાપ મારીને અંગારા ઉડાવે છે.
100 : 3
فَٱلْمُغِيرَٰتِ صُبْحًا
૩. પછી વહેલી સવારે છાપા મારનારની કસમ!
100 : 4
فَأَثَرْنَ بِهِۦ نَقْعًا
૪. બસ! તે વખતે ધુળ ઉડાવે છે.
100 : 5
فَوَسَطْنَ بِهِۦ جَمْعًا
૫. પછી તે જ સ્થિતિમાં લશ્કરના ટોળામાં ઘુસી જાય છે.
100 : 6
إِنَّ ٱلْإِنسَـٰنَ لِرَبِّهِۦ لَكَنُودٌ
૬. ખરેખર માનવી પોતાના પાલનહારનો ખુબ જ કૃતઘ્ની છે.
100 : 7
وَإِنَّهُۥ عَلَىٰ ذَٰلِكَ لَشَهِيدٌ
૭. અને નિ:સંદેહ તે સ્વયં તેના પર સાક્ષી છે.
100 : 8
وَإِنَّهُۥ لِحُبِّ ٱلْخَيْرِ لَشَدِيدٌ
૮. તે માલના મોંહમાં સખત પડ્યો છે.
100 : 9
۞ أَفَلَا يَعْلَمُ إِذَا بُعْثِرَ مَا فِى ٱلْقُبُورِ
૯. શું તે જાણતો નથી કે કબરોમાં જે (કંઇ) છે, જ્યારે તે કાઢી લેવામાં આવશે.
100 : 10
وَحُصِّلَ مَا فِى ٱلصُّدُورِ
૧૦. અને હૃદયોની છુપી વાતો જાહેર કરવામાં આવશે.
100 : 11
إِنَّ رَبَّهُم بِهِمْ يَوْمَئِذٍ لَّخَبِيرٌۢ
૧૧. તો તે દિવસે તેમનો પાલનહાર તેમની સપૂર્ણ સ્થિતિથી વાકેફ હશે.